અમદાવાદ-

જૂના વાડજમાં રહેતી 34 વર્ષીય મહિલા તેની સાસુના ઘરે જતી હતી ત્યારે તેના દિયરે મહિલાને રસ્તા પર રોકીને છેડતી કરી રહ્યો હતો. જેથી મહિલાએ તું કેમ અવાર નવાર છેડતી કરે છે તેમ પુછતા ઉશ્કેરાયેલા દિયરે ભાભીની સામે જ પેન્ટ ખોલી આજે તો તને બતાવી જ દઉં તેમ જણાવ્યું હતું. બીજી બાજુ દિયરના માતા-પિતા અને પત્ની પણ ત્યાં આવી પહોંચતા મહિલા સાથે ઝઘડો કરી ઝપાઝપી પણ કરી હતી. આ અંગે મહિલાએ દિયર સહીત ચાર વ્યક્તિના વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂના વાડજમાં 34 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. સોમવારે સાંજના સમયે ઘરેથી નીકળી તેના સાસુના ત્યાં જતી હતી તે વખતે ચાલીમાં રહેતા મહિલાના દિયરે મહિલાની સામે જોઈને કેમ મારી સામે જોઈને થૂકે છે તેવું પૂછ્યું હતું. જો કે મહિલાએ કેમ મારી પાછળ એક્ટિવા લઈને આવે છે અને મારી છેડતી કરે છે તેવુ કહેતા દિયર ઉશ્કેરાઈ ગયો હતો અને ભાભીની સામે જ પેન્ટ ઉતારીને કહેવા લાગ્યો હતો કે, આજે તો તને બતાવી જ દઉં. આવી હરકતોથી મહિલા ડરી ગઈ હતી અને બૂમાબૂમ કરવા લાગી હતી. જો કે આ સમયે દિયરના પિતા ત્યાં આવી ગયા હતા અને કેમ મારા પુત્રને બદનામ કરવા પર ઉતરી છે તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. જો કે આ ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે દિયરની માતા અને પત્ની પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને મહિલા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જો કે આ સમયે દિયરની પત્નીએ ઈંટ લઈને મહિલાના પેટ અને શરીરના અન્ય ભાગે મારવા ગઈ હતી. જો કે મહિલા બચી ગઈ હતી. બીજા બાજુ ઝઘડાથી આસપાસના લોકો ભેગા થઈ જતા મહિલાને મારવાથી બચાવી હતી. બીજી બાજુ મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. જેથી પોલીસની ગાડી ઘટના સ્થળે આવી હતી. બાદમાં મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં દિયર સહીત ચાર લોકોના વિરુદ્ધમાં ફરિયાગદ નોંધાવતા પોલીસે છેડતી, મારામારી સહિતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાડજ વિસ્તારમાં અવાર નવાર છેડતીની ઘટના પ્રકાશનમાં આવી છે જ્યારે વધુ એક છેડતી અને મારામારીની ઘટના સામે આવતા વાડજમાં મહિલાઓની સલામતી માટે સવાલો ઉભા થઈ રહ્યા છે.