અમેરિકામાં ઘર વેચો ત્યારે એવરેજ ૫૪,૦૦૦ ડોલર સુધીનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડેઅમેરિકામાં રિયલ એસ્ટેટનો સોદો કરવામાં આવે ત્યારે વેચનારને પણ ઘણો ખર્ચ આવે છે. એક અંદાજ પ્રમાણે લગભ ૫૫ હજાર ડોલરનો ખર્ચ તો મકાન વેચવામાં આવી જાય છે. કારણ કે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટને મોટી રકમ ચૂકવવી પડે છે. આ ઉપરાંત મકાનમાં નાના-મોટા રિપેરિંગ માટે પણ સારી એવી રકમ ખર્ચ કરવી પડે છે.

અમેરિકા કેટલીક બાબતોમાં દરેક રીતે મોંઘું પડે છે. મકાન ખરીદવું અને તેને મેન્ટેન કરવું તો મોંઘું પડે જ છે, પરંતુ મકાન વેચો તો પણ હજારો ડોલરનો ખર્ચ થઈ જાય. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં મકાન વેચવાનો સરેરાશ ખર્ચ પણ ૫૫,૦૦૦ ડોલર સુધી પહોંચી જાય છે. તેમાંથી મોટા ભાગની રકમ રિયલ એસ્ટેટ બ્રોકરના કમિશનમાં જાય છે. આ ઉપરાંત બીજા પણ ઘણા ખર્ચ આવે છે. તેનો અર્થ એ થયો કે મકાન વેચો ત્યારે માત્ર તમને કેટલા ડોલર મળશે તેની ગણતરી કરવાથી નહીં ચાલે, તમારે કેટલા ડોલરનો ખર્ચ કરવો પડશે તેની પણ ગણતરી કરવી પડે.

ક્લેવર રિયલ એસ્ટેટનો એક રિપોર્ટ કહે છે કે અમેરિકામાં તમે ઘર વેચો ત્યારે એવરેજ ૫૪,૦૦૦ ડોલર સુધીનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે. લોકો જ્યારે મકાન વેચે ત્યારે તેઓ વિચારે છે કે કેટલા નાણાં તેમના ખિસ્સામાં આવવાના છે, તેમને કેટલો પ્રોફીટ થવાનો છે. પરંતુ તેમણે મકાન વેચવામાં થતા ખર્ચનો પણ વિચાર કરવો પડે. આ સરવેમાં મકાન વેચાનારા કેટલાક લોકોને પૂછવામાં આવ્યું કે તેમને મકાન વેચવામાં કેટલો ખર્ચ થયો છે. ત્યારે એવરેજ આંકડો ૫૫ હજાર ડોલરનો નીકળ્યો. તેને રૂપિયામાં કન્વર્ટ કરો તો લગભગ ૪૫ લાખ રૂપિયા થઈ જાય છે. ક્લેવર રિયલ એસ્ટેટ નામની કંપનીએ છેલ્લા એક વર્ષમાં એક હજારથી વધુ લોકોને તેમના ખર્ચ વિશે પૂછ્યું હતું. હવે આ ખર્ચ તેમને કઈ રીતે આવે છે તેની પણ વાત કરીએ. ૫૫ હજાર ડોલરમાંથી ૩૯ ટકા જેટલો ખર્ચ એટલે કે એવરેજ ૨૧,૬૦૦ ડોલર રિયલ એસ્ટેટ એજન્ટના કમિશન તરીકે ચૂકવવો પડે છે. જાેકે હવે નિયમોમાં ફેરફાર થવાનો છે અને માત્ર પ્રોપર્ટી વેચનારે જ રિયલ્ટી એજન્ટનો બધો ખર્ચ ઉઠાવવો એવું જરૂરી નહીં રહે. પ્રોપર્ટી સેલર જાે નક્કી કરે કે તે પ્રોપર્ટી બાયરના એજન્ટનું કમિશન નહીં ચૂકવે, તો તેનો ખર્ચ સીધો ૧૦,૦૦૦ ડોલર ઘટી જશે. રિયલ એસ્ટેટ એજન્ટને તમારે જે કમિશન આપવું પડે તે એકમાત્ર ખર્ચ નથી. મકાનને તમે વેચાણ માટે લિસ્ટ કરાવો અને તેનું ઈન્સ્પેક્શન કરાવવામાં આવે તેમાં પણ ખર્ચ થાય છે. આ ખર્ચ જ લગભગ ૧૦,૦૦૦ ડોલર જેટલો હોય છે. ૮ હજાર ડોલરનો ક્લોઝિંગ કોસ્ટ, ત્યાર પછી બાયરને લગભગ ૭૦૦૦ ડોલરનું કન્સેસન આપવું પડે છે. તમે મકાન ખાલી કરીને બીજી જગ્યાએ શિફ્ટ થાવ તેનો ૩૩૦૦ ડોલર ખર્ચ આવે છે. મકાન વેચવા મૂકો ત્યારે તેના માર્કેટિંગ અને એડવર્ટાઈઝિંગ પાછળ ૨૩૦૦ ડોલર ખર્ચ થાય છે. આ ઉપરાંત ૨૩૦૦ ડોલરનો સ્ટેજિંગ ખર્ચ આવે છે. તમે મકાન જેમ છે જેવી રીતે છે તેવી સ્થિતિમાં વેચશો તો જલ્દી નહીં વેચાય. તેથી તમે તેમાં થોડું રિપેરિંગ કરાવશો, પેઈન્ટ કરાવશો અને એવી રીતે તૈયાર કરશો જેથી ખરીદદારને મકાન પસંદ પડી જાય. આને સ્ટેજિંગ કોસ્ટ કહે છે.

એક્સપર્ટ્‌સ કહે છે કે કોસ્ટ બચાવવા માટે મકાન ગમે તેમ વેચી નાખવાના બદલે સારામાં સારો ભાવ મળે તે માટે પ્રયાસ કરવો જાેઈએ. તેથી મકાનને પણ અપટુ ડેટ સ્થિતિમાં રાખે તો ભાવ સારા મળે છે. આટલી બધી ફી ભરવા કરતા તમે રિયલ એસ્ટેટ કમિશનમાં વાટાઘાટ પણ કરી શકો તો તમને તેમાં થોડું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

રિયલ એસ્ટેટના એક્સપર્ટ્‌સ કહે છે કે મકાન ખરીદનારાઓની પણ ખર્ચ કરવાની એક લિમિટ હોય છે તેથી તેઓ એવું ઘર નથી ખરીદવા માગતા જેમાં જતાની સાથે જ રિનોવેશન કરાવવું પડે. ખરીદદાર પહેલી વખત ઘરની મુલાકાત લે ત્યારે કોઈ વાંધો લાગ્યો ન હોય પરંતુ ત્યાર પછી તેને ક્યાંક રિપેરિંગની જરૂર લાગે તો તેઓ સેલર સાથે વાત કરી શકે છે. ઘણા લોકો રિયલ એસ્ટેટ એજન્ટ રાખ્યા વગર પોતાની જાતે પણ મકાન વેચતા હોય છે. જાેકે, તેમાં ઘણી વખત તેમને થોડો ઓછો ભાવ મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution