લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, એપ્રીલ 2026 |
વડોદરા |
2277
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ૧૯ વોર્ડના ૭૬ ઉમેદવારોની યાદી આજે ભાજપા દ્વારા જાહેર કરવામાં આવી હતી.
જેમાં ગત ટર્મના ૮ મહિલા અને ૮ પુરૂષ મળીને કુલ ૧૬ પૂર્વ કાઉન્સિલરોને રીપીટ કરાયા હતા. જ્યારે ગત બોર્ડ પૂર્વેના બોર્ડમાં કાઉન્સિલર રહી ચૂકેલા ૭ પૂર્વ કાઉન્સિલરોને પણ ફરી ટીકીટ આપવામાં આવી છે. જેમાં ગત ટર્મના કાઉન્સિલરોમાં વોર્ડ-૨માં વર્ષાબેન વ્યાસ અને ભાણજી પટેલ, વોર્ડ-૪માં અજિત દદીચ, વોર્ડ- ૫માં તેજલબેન વ્યાસ, વોર્ડ-૮માં રીટાબેન આચાર્ય અને મીનાબા ચૈહાઅ, વોર્ડ-૯માં સુરેખાબેન પટેલ અને શ્રીરંગ આયરે વોર્ડ નં-૧૦માં અવનીબેન સ્ટેમ્પવાલા અને નિતીન દોંગા, વોર્ડ નં-૧૧માં નરવીરસિંહ ચુડાસમાં, વોર્ડ નં-૧૨માં રીટા સિધ અને સ્મીત આરદેસણા, વોર્ડ નં- ૧૫માં કેતન પટેલ અને વોર્ડ નં-૧૯માં પુનિતાબેન વ્યાસને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ કાઉન્સિલરોમાં વોર્ડ નં- ૩માં કલ્પનાબેન પટેલ અને રણવીરસિંહ જાડેજા, વોર્ડ નં-૧૩માં ગોપાલ ગોહીલ, વોર્ડ નં-૧૪માં દિપીકાબેન પટણી, વોર્ડ નં-૧૫માં જ્યોતીબેન પંડ્યા જ્યારે વોર્ડ નં-૧૬માં સરસ્વતીબેન દેસાઈ અને વિજય ચૌહાણને ટીકીટ આપવામાં આવી છે.
આમ ભાજપા દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગત ટર્મના અને પૂર્વ મળીને કુલ ૨૩ ને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે ૫૩ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જાેકે, અનામત બેઠકોની ફાળવણી બાદ ઓબીસી બેઠકોની સંખ્યા વધી છે. ત્યારે અગાઉથીજ ૨૫ જેટલા પૂર્વ કાઉન્સિલરો રીપીટ થશે નહી તે સ્પષ્ટ હતુ. પરંતુ જે વોર્ડમાં અનામત સિવાયની પણ અનેક બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને ગત ટર્મના કાઉન્સિલરોને કાપવામાં આવ્યા છે.