ગાંધીનગર-

શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના સીએમ બન્યા બાદ છ મહિનાથી ભાજપની અંદર આવી ચર્ચાઓ ચાલી રહી છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ માત્ર એક ભાજપના વરિષ્ઠ નેતાએ અલગ અંદાજમાં કહ્યું કે અમારે ત્યાં પણ કંઈક થશે? જાે કે, શિવરાજ સિંહ ચૌહાણ લોકોની મુશ્કેલીઓ જાેઈને ર્નિણય લેવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને વિશ્વાસમાં લઈને શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં કામ કરી રહ્યા છે.

વડાપ્રધાન કૃષિ મંત્રી તોમર પણ ઘણો જ વિશ્વાસ રાખે છે. તોમર રાજ્યના પ્રભાવશાળી નેતાઓમાં આવે છે.ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવાતાં ભાજપના મુખ્યમંત્રીઓમાં ફફડાટ છે. છેલ્લા થોડાક મહિનાઓમાં જ વિદાય લેનારા રૂપાણી ભાજપના ચોથા મુખ્યમંત્રી છે. તેના કારણે હવે પછી મોદી કોની વિકેટ પાડશે એ મુદ્દો ભાજપમાં જાેરશોરથી ચર્ચાઈ રહ્યો છે. ભાજપમાં મુખ્યમંત્રીઓના વિદાયનો સિલસિલો માર્ચ મહિનામાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી ટિકેન્દ્રસિંહ રાવતથી શરૂ થયો હતો. રાવતના સ્થાને મુખ્યમંત્રી બનાવાયેલા તીરથસિંહ રાવતને પણ ચાર મહિના પછી રવાના કરીને પુષ્કર ધામીને મુખ્યમંત્રી બનાવી દેવાયા. એ પછી કર્ણાટકમાં યેદુરપ્પાને હટાવીને બસવરાજ બોમ્માઈને ગાદી પર બેસાડાયા ને હવે રૂપાણીને વિદાય કરાયા છે. ભાજપમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે હવે પછી હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો વારો છે. ખેડૂત આંદોલનના કારણે હરિયાણામાં ભાજપની હાલત ખરાબ છે. ખટ્ટરે આક્રમરતા બતાવીને ખેડૂતોમાં નારાજગી વધારી છે તેથી ખેડૂતોને ખુશ કરવા ખટ્ટરનો ભોગ લેવાઈ જશે. જયરામ ઠાકુરને દૂર કરવા કોઈ કારણ નથી પણ અનુરાગ ઠાકુરને મુખ્યમંત્રી બનાવવા ઠાકુરને કેન્દ્ર સરકારમાં લાવવામાં આવશે એવો દાવો છે.