લંડન-

કોરોના વાયરસ સામે લડવા માટે જે કોરોના રસી પર સૌથી વધારે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તેનું ટ્રાયલને રોકવાની ફરજ પડી છે. આવામાં વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા કંપની એસ્ટ્રોજેનેકા વિકસિત કોવિડ-૧૯ રસીનું પરીક્ષણ રોકાવાથી સંસ્થા વધારે ચિંતિત નથી. ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથને ઓક્સફોર્ડના ક્લીનિકલ પરીક્ષણમાં બ્રેક વાગી હોવાની ઘટનાને દુનિયા માટે એ સમજવાની તક ગણાવી છે કે, રિસર્સમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. સ્વામીનાથને જણાવ્યું છે કે, વ્યક્તિ પર અત્યાર સુધી થયેલા પરીક્ષણમાં ઘણાં સારા આંકડા આવ્યા છે અને તેમાં થોડા સમય માટે ઘણાં રોગ સામે લડવાની ક્ષમતા મળી રહી છે. તેમનું માનવું છે કે રસી લોકોને રોગથી બચાવવામાં સક્ષમ છે કે નહીં તે જાણવા માટે હજારો-લાખો લોકો પર પરીક્ષણ કરવાની જરુર છે.

સ્વામીનાથને કહ્યું કે બની શકે છે કે વર્ષના અંતમાં કેટલાક પરિણામ આવે, કે પછી આગામી વર્ષે પરિણામ આવે. તેમણે કહ્યું કે, આપણે પરિણામ મેળવવા માટે થોડી ધીરજ રાખવી પડશે. આપને જણાવી દઈએ કે ટ્રાયલ દરમિયાન એક વ્યક્તિની તબિયત ખરાબ થવાની ખબરો આવ્યા બાદ ઓક્સફોર્ડની વેક્સીનના ટ્રાયલને રોકવાની ફરજ પડી છે. અમેરિકા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત સહિત ૬૦ લોકેશન પર આ રસીનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી હતી. બીજી તરફ ટ્રાયલ રોકવા છતાં છજંટ્ઠિઢીહીષ્ઠટ્ઠના સીઈઓ પાસ્ક સોરિયટે વેક્સીન જલદી ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ વેક્સીન આ વર્ષના અંત સુધીમાં કે આગામી વર્ષની શરુઆતમાં આવી શકે છે. રસીની ટ્રાયલને એ સમયે રોકી દેવામાં આવી હતી જ્યારે તેની ગંભીર અસરો દેખાઈ હતી. સોરિયટે કહ્યું છે કે આવી ટ્રાયલને વચ્ચે રોકવી સામાન્ય છે. અત્યારે આખી દુનિયાની નજર આ ટ્રાયલ પર છે, એટલા માટે તેની ચર્ચા થઈ રહી છે.

 આમ છતાં તેમણે આશા વ્યક્ત કરી છે કે વર્ષના અંતમાં રેગ્યુલેટરી અપ્રૂવલ માટે ડેટા મેળવવામાં આવી રહ્યા છે. ત્રીજા તબક્કામાં ચાલી રહેલા ટ્રાયલમાં દુનિયાભરમાં ૫૦ હજાર કરતા વધારે લોકો જોડાયા છે. વેક્સીન હાલ જે ટ્રાયલમાં છે તેને પાર કર્યા બાદ સુરક્ષા અને અસરના ડેટાને મંજૂરી મેળવવાનું કામ બાકી રહેશે. ટ્રાયલ દરમિયાન એક વોલિનિટિયર્સની તબિયત ખરાબ થઈ હતી. તેની કરોડરજ્જૂમાં સોજો આવી ગયો છે જે ઈન્ફેક્શનના કારણે થયું છે.