ઊફફ્‌! સીઝનનો હોટેસ્ટ-ડે અબ કી બાર ૪૫ પાર

ઊફફ્‌!

સીઝનનો હોટેસ્ટ-ડે અબ કી બાર ૪૫૦ પાર

વડોદરા, તા. ૨૩

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસ થી હીટવેવ સાથે મધ્યગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ હતુ. ત્યારે સતત બે દિવસ વડોદરામાં મહત્તમ તાપમાન ૪૪.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ રહ્યા બાદ બુધવારે વાદળીયા માહોલ વચ્ચે તાપમાનમાં સામાન્ય ધટાડો થતા લોકોએ રાહત અનુભવી હતી. ત્યાં આજે સવાર થીજ આકાશ માંથી અગનગોળા વરસાવતી ગરમી અને બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. અને મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચતા ચાલુ ઉનાળાની મોસમનો હોટેસ્ટ ડે રહ્યો હતો. કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે મોટાભાગના રાજમાર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા

એક સમયે ગ્રીન સીટી તરીકે ઓળખાતા વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગરમી વધુ આકરી બની રહી છે. તેમાય ચાલુ વર્ષે આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. જાેકે,વડોદરામાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સેન્ટિગ્રેડની ઉપર રહેતા લોકો આકરી ગરમી થીતોબા પોકારી ઉઠ્યા હતા. જાેકે બુધવારે વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં સામાન્ય ઘટાડા સાથે ૪૩.૪ ડિગ્રી થતો લોકોએ થોડી રાહત અનુભવી હતી. પરંતુ આજે ફરી મહત્તમ તાપમાનમાં ૧.૬ ડિગ્રીના વધારા સાથે તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચતા ઉપરાંત ભેજનુ પ્રમાણ પણ ધટતા અંગોને દઝાડતી આકરી ગરમીની સાથે બફારો અને લૂ લાગે તેવા પવનોના કારણે બપોરના સમયે તો લોકોએ મહત્વના કામ સિવાય ધર તેમજ ઓફીસોની બહાર જવાનુ ટાળ્યુ હતુ.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ આજે પણ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લધુત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી નોંધાયુ હતુ. સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૪૭ ટકા જે સાંજે ૨૦ ટકા અને હવાનુ દબાણ ૧૦૦૨ .૪ મિલિબાર્સ અને પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતી પ્રતિ કલાકના ૬ કી.મી. નોંઘાઈ હતી. સાંજના સમયે હવામાં ભેજનુ પ્રમાણ ધટીને ૨૦ ટકા થતા આકરી ગરમી સાથે લૂ લાગે તેવા પવનના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા હતા.

તંત્ર દ્વારા ર્ંઇજી પેકેટનંુ વિતરણ કરાયંુ

કાળઝાશ ગરમી થી બચવા માટે પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ માટે રીક્ષા ફેરવવાની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ઓએરએસ પેકેટના બોક્સીસ પણ મૂકવામાં આવ્યા છે. તો પાલિકાના વિવિધ હેલ્થ સેન્ટર્સના સ્ટાફા દ્વારા પણ વિસ્તારોમાં ફરીને ખાસ કરીને ટ્રાફીક પોલીસ તેમજ આકરી ગરમીમાં રસ્તા પર વેપાર ધંધો કરતા લોકોને ઓઆરએસ પેક્ટસનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

સરકારના આદેશ બાદ કલેક્ટરને હિટવેવની જાણ થઇ, અંતે બેઠક બોલાવી

વડોદરા શહેર અને જિલ્લામાં ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે. આજે તાપમાન ૪૫ ડિગ્રી પહોંચી ગયો છે. ત્યારે આખરે હવે, જિલ્લા કલેકટર પણ જગ્યા અને અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિટ વેવ સામે અસરકારક પગલાં લેવા ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હિટવેવની સ્થિતિને ધ્યાને રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક બોલાવાઇ હતી. જે બાદ કલેકટર બિજલ શાહે જણાવ્યું હતું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં શ્રમયોગીઓને રાહત મળે તે માટે છાંયડો, પીવાનું પાણી, પ્રાથમિક સારવારની કિટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. એટલું જ નહીં ગ્રામ વિકાસ એજન્સીને મનરેગાના કામો માટે સવારનો સમય વહેલો કરવા સૂચના અપાઈ છે. તેમજ માર્ગ અને મકાન વિભાગ, રાજય અને પંચાયત, સિંચાઇ વિભાગના કામોમાં શ્રમયોગીઓને બપોરે ૧૨થી ૪ સુધી વિરામ આપવા તાકીદ કરાઈ છે. તે ઉપરાંત બાંધકામ સાઇટ ઉપર પણ તેનો અમલ કરવા સરકારી શ્રમ અધિકારીને આદેશ અપાયો છે.

બોડેલીમાં ૧૦૦થી વધુ ચામાચીડિયાંનાં મોત

બોડેલી ઃ હાલમાં આકાશ માંથી આગ વર્ષા થઈ રહી છે ત્યારે માનવી તો માનવી પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પુકારી ઉઠ્‌યા છે પારો ૪૫ ડીગ્રી પહોંચતા માનવી એસ.સી ,પંખા જેવા ઉપકરણો ની મદદ પોતાને કાળઝાળ ગરમી થી બચા છે પરંતુ મૂંગા પશુ હાલત વધારે કફોડી બની છે બોડેલી ના મુસ્લિમ કબ્રસ્તાનમાં વડવાગોળ (ચામાચિડિયું) ની કોલોની આવેલ છે અને છેલ્લા બે દિવસથી વડવાગોળ (ચામાચિડિયું) ના ગરમી ના કારણે ૧૦૦ થી વધુ વડવાગોળ (ચામાચિડિયું) ના ટપોટપ મોત થયા છે .

પાલિકાએ પાણીના જગ મૂક્યા પણ કેટલીક જગ્યાએ ખાલી!

વડોદરા કોર્પોરેશન દ્વારા આકરી ગરમીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો માટે પિવાના પાણીના જગ મૂકવાની વ્યવસ્થા કરી હતી. પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં આ જગ મૂકવામાં આવ્યા છે, પરંતુ ન્યાયમંદિર સહિત કેટલાક વિસ્તારોમાં તો બપોરે ૧૨ વાગે જે સ્થળે પાણીના જગ મૂકવામાં આવ્યા હતા, તે ખાલી જાેવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution