1953માં CIAએ ઇરાનની સરકાર કેમ પલટાવી? | ઓપરેશન એજેક્સ, તેલ અને 1979ની ઇસ્લામિક ક્રાંતિનો સચ્ચો ઇતિહાસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, માર્ચ 2026  |   2673

ઇતિહાસમાં કેટલીક તારીખો એવી હોય છે જે કેલેન્ડરમાં માત્ર અંક નથી રહેતાં, પરંતુ રાષ્ટ્રોના ભાગ્યને વાળી દેતી ક્ષણો બની જાય છે. ઇતિહાસ ક્યારેક કાયદાથી લખાય છે અને ક્યારેક કરન્સી નોટોથી. અને 1953નું વર્ષ ઇરાન માટે આ ત્રણેયનું સંગમ હતું. એક એવો સમય, જ્યારે મધરાતે તહેરાનની ગલીઓમાં ફક્ત પવન નહોતો વહેતો, પણ સત્તાની હલચલ પણ ફરી રહી હતી. શહેરની હવામાં એક અજાણી તંગદિલી પ્રસરી હતી. રાજધાનીના હૃદયમાં, જ્યાં સત્તાના કિલ્લા ઊભા હતા, ત્યાં એક એવો ખેલ રમાઈ રહ્યો હતો, જેના સૂત્રધાર હજારો કિલોમીટર દૂર બેઠેલા હતા. એક ટ્રક, સૈનિકોથી ભરેલી, એક ઘર તરફ વધતી હતી. એ ઘર સામાન્ય ન હતું. એ ઘર હતું દેશના વડા પ્રધાન ડૉક્ટર મહમ્મદ મુસદ્દિકનું.


પણ આ વાત ફક્ત એક ધરપકડની નથી. આ વાત છે તેલની. આ વાત છે સામ્રાજ્યવાદની. આ વાત છે ભયની—કોમ્યુનિઝમના ભયની. આ વાત છે શીત યુદ્ધના ચેસબોર્ડ પર એક દેશને ગોટી તરીકે ચલાવવાની. અને આ વાત છે એક એવા માણસની, જેણે પોતાના દેશના કુદરતી સંસાધનો પર પોતાના દેશનો હક માંગ્યો—અને તેની કિંમત ચૂકવી. અને આ વાર્તા છે શાહ મહમ્મદ રઝા પહેલવીની—એક એવા રાજાના, જે પોતાના સિંહાસન અને આત્મવિશ્વાસ વચ્ચે અટવાઈ ગયા હતા. આ વિશ્વરાજનીતિની છાયામાં રચાયેલો ગુપ્તયુદ્ધનો પ્રારંભ હતો. એક વડા પ્રધાનની ધરપકડથી આગળ વધીને, આ સમગ્ર રાષ્ટ્રની દિશા બદલવાનો પ્રયાસ હતો. આ ઘટના કોઈ અચાનક ઉદ્ભવેલી બળવાખોરી નહોતી.


આ વર્ષોની ગૂંચવણ, આર્થિક શોષણ, રાજકીય દબાણ અને શીત યુદ્ધના ભયથી જન્મેલી રચના હતી. જેના વિષે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મી. અહેવાલો મુજબ, આ વાત છે 1908ની. જ્યારે ઇરાનની ધરતી નીચે કાળો સોનુ શોધાયું - તેલ. એ સમયે ઇરાન પર કાજાર વંશનું શાસન હતું. એક સમજૂતી હેઠળ બ્રિટને એંગ્લો-પર્શિયન ઓઇલ કંપની દ્વારા તેલનું નિયંત્રણ મેળવી લીધું. બ્રિટન માટે આ જીવનરેખા હતી. ખાસ કરીને બ્રિટિશ નૌકાદળ માટે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સરકાર કંપનીમાં મુખ્ય હિસ્સેદાર બની. એટલે તેલ ફક્ત વેપાર નહોતું; તે સામ્રાજ્યની સુરક્ષા અને વૈશ્વિક પ્રભાવનો આધાર હતો. જ્યારે ઇરાનને મળતો હિસ્સો હતો નાનો. 10થી 12 ટકા.


બાકીનો નફો? બ્રિટનનો. ઇરાન માટે તેલ આશીર્વાદ કરતાં વધુ શાપ સાબિત થવાનું હતું. ત્યારેબદ મી. રી. મુ, વર્ષ 1925માં રઝા શાહ પહેલવી સત્તામાં આવ્યા. તેમણે કાજાર શાસન ખતમ કર્યું. દેશને આધુનિક બનાવવા પ્રયાસ કર્યો. પરંતુ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1941માં બ્રિટન અને સોવિયેત સંઘે ઇરાન પર કબજો કર્યો, અને રઝા શાહને હટાવી તેમના પુત્ર મહમ્મદ રઝા પહેલવીને શાહ બનાવ્યા. યુવાન શાહ. અસ્થિર. દબાણ હેઠળ. બીજા વિશ્વ યુદ્ધ પછી વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું—અમેરિકા અને સોવિયેત સંઘ. શીત યુદ્ધ શરૂ થયું. દરેક દેશ એ ચેસબોર્ડ પર ગોટી બનતો ગયો. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution