સિંધી સમાજની મહિલાઓને ભાજપ કેમ ટિકિટ નથી આપતું?: મહિલા હોદ્દેદારનો બળાપો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026  |   વડોદરા   |   2178

વડોદરા આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી વોર્ડ-૬ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. દરમિયાન પ્રદેશ ભાજપાના મહામંત્રી અને વડોદરના પ્રભારી હિતેન્દ્ર ચૌહાણને રજૂઆત કરીને સીંધી સમાજની મહિલાઓને ભાજપા કેમ ટીકીટ આપતી નથી. તેવો બળાપો મહિલા હોદ્દેદારોએ ઠાલવીને શુ સીંધી મહિલા ધર ચલાવી શકે છે તો વોર્ડ નથી ચલાવી શકતા ? તેવો સવાલ પણ પુછ્યો હતો. તેમણે હેમનાની પરીવારની સાથે ભાજપાએ એગ્રીમેન્ટ કરી લીધો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

વોર્ડ ૬માં કાર્યક્રમમાં હર્ષ સંધવીના કાર્યક્રમમાં મહિલા હોદ્દેદાર રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેમને સીક્યુરીટી દ્વારા બાજુ પર કરી દીધા હતા. જાેકે, મહિલા હોદ્દેદાર સ્નેહા લાલવાણીએ પ્રદેશ મહામંત્રી અને ઝોનલ પ્રભારી હિતેન્દ્ર ચૌહાણ સમક્ષ બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, સિંધી સમાજની મહિલાઓને ભાજપ કેમ ટિકિટ નથી આપતુ ? શું ભાજપે સિંધી સમાજનાં એક જ પરિવાર સાથે કરાર કર્યો છે ? સિંધી સમાજમાં આટલી મહિલાઓ છે તો કેમ ભાજપ સિંધી મહિલાઓને ટિકિટ આપતી નથી. બધા સમાજમાં મહિલાઓને ટિકિટ મળે છે તો સિંધી સમાજની મહિલાઓ સાથે અન્યાય કેમ ?

મારૂ અપક્ષ ફોર્મ ભરવા માટે પાંચ મિનિટ મોડું થયું પણ મારૂ ફોર્મ ન લેવાયું.. તે કોના ઈશારે ન લેવાયું!? ત્રણ ટર્મથી એકજ પરિવારને ટિકિટ મળે છે. ભાજપે વોર્ડ ૬ માં જાહેર કરેલા ઉમેદવારો પવન હેમનાણી અને ધરતી સોની ક્યારેય પાર્ટીનાં કાર્યક્રમમાં દેખાયા નથી અને કોઈ કામ કર્યું નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, હું ૨૫ વર્ષથી ભાજપમાં છું હું લાલ શેરાની દીકરી છું મારી સાથે ફોર્મ ભરવામાં ખોટું થયું તેની પાછળ કોણ છે બધા જાણે છે. તેમપણ તેમણે કહ્યું હતુ. વોર્ડ નં-૬ સિવાય અનેક વોર્ડમાં પણ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ દાવેદારો અને કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution