અમદાવાદ-
પતિ પરસ્ત્રી સાથે સંબંધ રાખતો હોવાની જાણ પત્નીને થતા ડિપરેશનમાં આવેલી પત્ની સુસાઈડ કરવા પહોંચી હતી. બીજી બાજુ 181 ની ટીમને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને પતિને પરસ્ત્રી સાથેના સંબંધ રાખીને ઘર ભાંગી રહ્યા હોવાનું તથા કાયદાકીય સમજ આપી પત્ની સાથે માંફી મંગાવી મામલો થાળે પાડ્યો હતો.
પતિનું પરસ્ત્રી સાથે અફેર હોવાની જાણ પત્નીને થતા પત્ની ડીપરેશનમાં આવી ગઈ હતી અને સુસાઈડ કરવા માટે પહોંચી હતી જો કે તે પહેલા તેણે 181 ની ટીમને ફોન કર્યો હોવાથી 181 ની ટીમે ઘટના સ્થળ પર આવીને મહિલા સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યુ હતું કે, પતિને પરસ્ત્રી સાથે સંબંધ છે જેથી ઘરમાં રોજ ઝઘડા કરે છે. એક દિવસ પતિ ઘરેથી ઓફીસમાં કામ છે તેમ કહીને નિકળ્યા ત્યારે મહિલાને શંકા થતા તેણે ઓફીસમાં ફોન કર્યો ત્યારે ઓફીસમાં તેમના પતિ આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું જેથી મહિલાએ તપાસ કરી ત્યારે પતિ કોઈ પરસ્ત્રી સાથે રગરેલીયા મનાવતા હોવાનું સામે આવ્યુ હતું. જેથી 181 ની ટીમે મહિલાના પતિને બોલાવી કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતું કે, પરસ્ત્રી સાથે સંબંધ રાખીને પત્ની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છો. તમારુ ઘર ભાગી રહ્યું છે તેમ જણાવી પોતાની ભુલ સમજાવીને પત્ની સાથે માફી મંગાવી મામલો થાળે પાડ્યો હતો.
Loading ...