Ahmedabad ઝૂલતા મિનારાનો ભેદ ખુલશે? એક હલાવો તો બીજો કેમ ધ્રુજે!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, માર્ચ 2026  |   2079

ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેર... આ નામ બોલતાં જ એક એવી નગરી આંખો સામે તરંગે છે જ્યાં ઇતિહાસ શ્વાસ લે છે, જ્યાં દરેક પોળ, દરેક દરવાજો, દરેક મસ્જિદ અને દરેક મંદિર કોઈને કોઈ રહસ્ય પોતાની અંદર છુપાવીને બેઠું છે, જ્યાં સમય માત્ર પસાર થતો નથી પરંતુ પથ્થરોમાં કોતરાઈને અમર થઈ જાય છે, જ્યાં સંસ્કૃતિઓએ એકબીજાને ટકરાઈ નથી પરંતુ એકબીજામાં ઓગળી ગઈ છે, જ્યાં વેપાર, કલાપ્રેમ, શૌર્ય અને આધ્યાત્મિકતા એક સાથે વિકાસ પામ્યા છે, અને જ્યાં 8 જુલાઈ 2017ના રોજ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસા શહેરનો દરજ્જો મળ્યા પછી વિશ્વના નકશા પર તેની ગૌરવગાથા વધુ તેજસ્વી બની ગઈ છે, આ જ શહેરના હૃદયમાં, કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ, સારંગપુર દરવાજા સામે ઊભું છે એક એવું સ્થાપત્ય જે આજ સુધી વૈજ્ઞાનિકો, ઇજનેરો, આર્કિટેક્ટ્સ અને ઇતિહાસકારોને મૂંઝવણમાં મૂકે છે, તે છે ઝૂલતા મિનારા.


જેને વિશ્વભરમાં "શેકિંગ મિનારેટ્સ" તરીકે ઓળખવામાં આવે છે, અને કેટલાક મી. અહેવાલો માંથી એવી માહિતી સામે આવી રહી છે કે, આનો સત્તાવાર ઐતિહાસિક સંદર્ભ સીદી બશીરની મસ્જિદ સાથે જોડાયેલો છે, મુખ્યત્વે સારંગપુરના સીદી બશીરની મસ્જિદના મિનારા આ 'ઝૂલતા મિનારા' તરીકે જગવિખ્યાત છે. 15મી સદીના ગુજરાત સુલતાનતના સમયમાં નિર્મિત આ મસ્જિદના બાકીના ભાગો આજે ખંડેરરૂપ છે, પરંતુ તેના બે મિનારા હજુ પણ સમયને પડકાર આપતા ઊભા છે, આશરે 70થી 80 ફૂટ ઊંચાઈ ધરાવતા આ મિનારાઓમાં ત્રણ માળ છે, દરેક માળ પર ગેલેરી છે, અને સૌથી અજાયબ બાબત એ છે કે જો એક મિનારાને હળવેથી હલાવવામાં આવે તો થોડા સેકન્ડોમાં જ બીજો મિનારો પણ ધ્રુજવા લાગે છે, જ્યારે વચ્ચેનો જોડાણભાગ લગભગ સ્થિર રહે છે, તો આ કેવી રીતે શક્ય છે? શું આ કોઈ ગુપ્ત ઇજનેરી કૌશલ્ય છે? શું આ પથ્થરોની રચનામાં રહેલું વૈજ્ઞાનિક ચમત્કાર છે, કે પછી કોઈ એવી પરંપરાગત બુદ્ધિનું પરિણામ છે ? જેનો રેકોર્ડ ઇતિહાસે સાચવી રાખ્યો નથી, જોકે, રસપ્રદ બાબત તે છે કે, આ મિનારા ક્યારે અને કોણે બનાવ્યા તેની કહાણી પર પણ બે મત છે. સીદી બશીરની મસ્જિદ પાછળ શું છે કહાણી?


1879માં પ્રકાશિત 'ગૅઝેટિયર ઑફ ધ બૉમ્બે પ્રેસિડેન્સી વૉલ્યુમ 4'માં દર્શાવેલ માહિતી અનુસાર, આ મસ્જિદની ઉંમર શંકાસ્પદ છે. આ ગૅઝેટિયરમાં લખેલું છે કે, આ ઝૂલતા મિનારા એટલે સીદી બશીરની મસ્જિદ કોણે બનાવી તેની પર બે નામ સામે આવે છે. જેમાં પ્રથમ ખ્યાલ છે કે, સીદી બશીર (ઝૂલતા મિનારા)ની મસ્જિદ સુલતાન અહમદ પહેલાના દરબારી સીદી બશીર દ્વારા બનાવવામાં આવી હતી, જેની કબર પણ ત્યાં જ છે; ત્યારે આ દસ્તાવેજ તે પણ કહે છે. અને તેમાં લખ્યું છે કે, ઉપરાંત તેવું પણ માનવામાં આવે છે કે, આ મસ્જિદ મહમૂદ બેગડાના ઉમરાવોમાંના એક મલિક સારંગ દ્વારા બનાવવામાં આવી હતી. જોકે, આ ઐતિહાસિક મતભેદો આજે પણ ચર્ચાનો વિષય છે, પરંતુ જે નિશ્ચિત છે તે છે આ મિનારાઓની અનોખી રચના, રેતીયા પથ્થરથી બનેલા આ મિનારાઓમાં હિંદુ અને ઇસ્લામિક કળાશૈલીનું અદ્ભુત સંમિશ્રણ જોવા મળે છે, કોતરાયેલા ફૂલોના નમૂનાઓ, જાળીદાર ડિઝાઇન, અને ટોડલાં જે રાજસ્થાની ગુર્જર શૈલીની અસર દર્શાવે છે

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution