સુત્રાપાડા-

સુત્રાપાડા એ.પી.એમ.સી.ના પ્રંસલી માર્કેટીંગ યાર્ડમાં શિયાળું જણસીઓની આવકો શરૂ થતા ખેડુતોમાં રાહતની લાગણી જોવા મળી છે. સુત્રાપાડા તાલુકાના વિસ્તારમાં શિયાળું સિઝનમાં શિયાળુ પાક જેવા કે, ઘઉં, ચણા, બાજરી, તેમજ ધાણા વગેરે જણસીઓનું ઉત્પાદન થતા સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી માર્કેટીંગયાર્ડમાં રોજ-બરોજ બહોળા પ્રમાણમાં આવકો શરૂ થયેલ છે. અને માર્કેટીંગ યાર્ડમા મગફળીના ભાવ રૂ. 880 થી 1125, ઘઉં ભાવ રૂ. 290 થી 359, સોયાબીન ભાવ રૂ. 865 થી 900, ચણા ભાવ રૂ. 735 થી 865 તેમજ ધાણા ભાવ રૂ. 1000 થી 1100 જેવા ખેડુતોને વ્યાજબી અને પોષણક્ષમભાવો મળી રહે છે. આ વિસ્તારમાં નવા માર્કેટીંગયાર્ડની સુવિધા ઉભી થતા ખેડુતોની ખેત ઉત્પન્ન જણસી વેચવામાં ખુબજ રાહત મળેલ છે. અને હજુ આવનારા દિવસમાં ઘઉં, ચણા તેમજ ધાણાની બહોળા પ્રમાણમાં આવકો થાય તેમ છે જેથી વધારેમાં વધારે ખેડુતો પોતાની જણસીઓ માર્કેટીંગ યાર્ડમાં લાવી અને સારા પોષણક્ષમ ભાવો મેળવે તેવું સુત્રાપાડા એ.પી.એમ.સીના ચેરમેનશ્રી દિલીપભાઈ જસાભાઈ બારડની યાદીમાં જણાવેલ.