14, ફેબ્રુઆરી 2023
10692 |
ગાંધીનગર ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સૈજપુર વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ ખાતે “ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ ૨૦૦૫” અન્વયે મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં સખી મંડળની બહેનો અને યુ.સી.ડી. વિભાગનો સ્ટાફની બહેનોએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં કહેવાયું હતું કે, ભોગ બનનાર મહિલાઓ, રક્ષણ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સેવા આપનાર કાયદા અંતર્ગત જાહેર કરાયેલી સંસ્થા, વર્ગ-૧ મેજિસ્ટ્રેટ અથવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ મહિલાઓ સીધી ફરિયાદ કરી શકે છે અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાં જઈને સીધી ફરિયાદ નોંધાવી શકે છે. આ સેમિનારમાં મહિલાઓને “ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫” ના નિયમો અને હેતુથી વાકેફ કરવામાં આવ્યાં હતા. શિક્ષણનો અભાવ, મહિલાના પરિવારમાં ગરીબીનું વાતાવરણ, સ્ત્રીમાત્રની લાગણી કે તેઓ પોતાનું ઘર તોડી ના શકે કે હિંસા વિરુદ્ધ અવાજ ના ઉઠાવી શકે. આ સિવાય, સમાજ કે માં-બાપ દ્વારા આપવામાં આવતું સામાજિક કે કૌટુંબિક દબાણ, અપૂરતું શિક્ષણ કે અન્ય કારણોસર કાયદાકીય જાગૃતિનો અભાવ હોવો એ, ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ માટે જવાબદાર પરિબળો છે.