ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટી (24)એ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ US ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. તેણે કહ્યું કે, કોરોના મહામારીના લીધે તે અમેરિકાનો પ્રવાસ કરી શકશે નહિ. ડિફેન્ડિંગ ચેમ્પિયન બાર્ટીએ ફ્રેન્ચ ઓપન અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, તે આ ટૂર્નામેન્ટમાં રમશે કે નહિ, તે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે .

આ વર્ષે ટેનિસ ગ્રાન્ડ સ્લેમ US ઓપન ન્યૂયોર્કમાં 31 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. ત્યારબાદ 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી ફ્રેન્ચ ઓપન પેરિસમાં રમવામાં આવશે. બાર્ટીએ કરિયરનો એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ 2019માં ફ્રેન્ચ ઓપનમાં જીત્યો હતો. તેણે ચેક રિપબ્લિકની માર્કેટા વોન્ડ્રોસોવાને 6-1, 6-3થી હરાવી હતી. હેરાલ્ડ સન અખબાર અનુસાર બાર્ટીએ કહ્યું હતું કે, “મેં અને મારી ટીમે નિર્ણય કર્યો છે કે અમે અમેરિકા જઇ શકતા નથી. આને કારણે વેસ્ટર્ન અને સધર્ન ઓપન સિવાય US ઓપનમાં રમી શકીશ નહીં. હું બંને ઇવેન્ટ્સ ખૂબ જ પસંદ કરું છું, તેથી તે મારા માટે મુશ્કેલ નિર્ણય હતો.