દિલ્હી-

દલિત સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં ધરપકડ ટાળવા માટે ક્રિકેટર યુવરાજસિંહે પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી છે. હાંસી પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

યુવરાજે તેની વિરુધ્ધ નોંધાયેલા કેસને રદ કરવા અને હંસી પોલીસની કાર્યવાહી અટકાવવા આ અરજી કરી છે. તેની સુનાવણી 25 ફેબ્રુઆરીએ થશે. એડવોકેટ રજત કલસને 2 જૂન, 2020 ના રોજ યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ સ્ટેશન હંસીમાં ફરિયાદ આપી હતી. જેમાં યુવરાજ સિંહ પર દલિતો વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ અંગે હંસી પોલીસે યુવરાજ સિંહ વિરુદ્ધ 8 મહિના પછી 14 ફેબ્રુઆરીએ ગુનો દાખલ કર્યો હતો. યુવરાજસિંહે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં તેમની સામે દાખલ કરેલા કેસને રદ કરવા માટે અરજી કરી છે. યુવરાજસિંહે પણ હંસી પોલીસ સુનાવણીમાં થતી કાર્યવાહી ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ સુનાવણી ગુરુવારે હાઇકોર્ટના ન્યાયાધીશ અનમોલ રતન સિંહની કોર્ટમાં થશે. સાથે જ એડવોકેટ રજતે કહ્યું કે તેઓ આ મામલે પોતાનો પક્ષ રજૂ કરશે. આ સાથે જ તે યુવરાજ સિંહની અરજી નામંજૂર કરે અને તેમની ધરપકડ કરવાની ભારપૂર્વક માંગ કરશે.