/
બીએમસી દ્વારા ઝોયા અખ્તરની બિલ્ડિંગ કન્ટેનમેન્ટ ઝોન જાહેર 

શનિવારે રેખાના ઘરના સિક્યોરિટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ હવે તે જ વિસ્તારના અન્ય ચાર ગાર્ડનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ બીએમસીએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઝોયાની બિલ્ડિંગ પણ સીલ કરી દીધી છે એક્ટ્રેસ રેખાનો બંગલો સીલ કર્યા બાદ બીએમસીએ તેના પાડોશી ફિલ્મમેકર ઝોયા અખ્તરનું ઘર પણ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને સીલ કરી દીધું છે. આ નિર્ણય બીએમસી દ્વારા સાવચેતીના ભાગ રૂપે લેવામાં આવ્યો છે. કોરોના વાઇરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિસ્તારમાં પ્રવેશ નિષેધ છે અને નિયમોનું ઉલ્લંઘન દંડનીય છે. 

તેમાં આગળ લખ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સ રાખો અને સુરક્ષિત રહો. આ સાથે તેના પર ઇમરજન્સીની સ્થિતિ માટે કોવિડ -19 હેલ્પલાઇન નમ્બર્સ પણ લખેલા છે. ઝોયાનો બંગલો રેખાના બંગલોની એકદમ અડીને છે.

આ પહેલાં શનિવારે રેખાના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બંગલો સી-સ્પ્રિંગ્સના સિક્યોરિટી ગાર્ડને કોરોના થયો. ત્યારબાદ બીએમસીએ તેને કન્ટેટનમેન્ટ ઝોન જાહેર કરી આખા વિસ્તારને સેનિટાઇઝ કર્યો હતો. આ વચ્ચે મંગળવારે તે જ વિસ્તારના અન્ય ચાર ગાર્ડ્સનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ગાર્ડ્સ રેગ્યુલર એકબીજાને મળતા હતા જેને કારણે તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા. 

સારા અલી ખાનનો ડ્રાઈવર પણ કોરોના પોઝિટિવ છે. સારાએ આ વાત સોશિયલ મીડિયા પર જણાવી હતી કે બાકી પરિવારના સભ્યો અને અન્ય સ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ પહેલાં આમિર ખાન, કરણ જોહર, બોની કપૂરના હાઉસ સ્ટાફના સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution