વડોદરા, તા.૭

શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી મળી રહ્યું છે. બીજી તરફ શહેરમાં આજવાથી વધારાનું પાણી મળે તે માટેના કામ પર નિર્ણય લેવાના બદલે સત્તાધિશો મુલત્વીની રમત અત્યાર સુધી રમી રહ્યા છે. જ્યારે અનેક વખત પાણીની લાઈનોમાં સર્જાતા ભંગાણ કે ઝોનિંગ વગેરેની કામગીરી માટે પાણી પૂરવઠો બંધ રાખવામાં આવતો હોય છે. વડોદરા શહેરના હરણી વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી નોર્થ હરણી ટાંકીની પાઇપલાઇન પર બે સ્લુસ વાલ્વ બેસાડવાની કામગીરી આવતિકાલે અને શનિવારે કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જેથી હરણી વિસ્તારના બે લાખ લોકોને સવાર અને સાંજનું પાણી નહી મળે જેથી આ વિસ્તારમાં એક લાખ જેટલા લોકોને પીવાના પાણીનો કકળાટ સર્જાશે.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નોર્થ હરણી ટાંકી ખાતે ટાંકીની ડિલીવરી લાઈન ઉપર ૪૦૦ એમ.એમ.ડાયામીટરના બે સ્લુસ વાલ્વ સમાંતરે બેસાડી એમ.એસ.પાઈપનું કલસ્ટર બનાવવાની કામગીરી આવતીકાલે તા.૮ના સવારના સમયે પાણીના વિતરણ બાદ હાથ ધરવામાં આવનાર છે. જેથી નોર્થ હરણી ટાંકી ખાતેથી આવતિકાલે તા.૮ રોજ રાજેશ્વર ગોલ્ડ તથા સિધ્ધાર્થ બંગલોઝ તરફના વિસ્તારમાં સાંજના સમયનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં તથા તા.૯મી શનિવારના રોજ હરણી ગામ તથા ટાંકીની આસપાસના કમાન્ડ તરફના વિસ્તારનું સવારના સમયનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં. જેની આ વિસ્તારના નાગરીકોએ નોંધ લેવા તેમજ જરૂરીયાત મુજબનો પાણીનો સંગ્રહ કરવા કોર્પોરેશન દ્વારા જણાવાયુ છે. આમ નોર્થ હરણી ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આવતીકાલે સાંજના સમયે અને શનિવારે સવારના સમયે પાણી વિતરણ કરવામાં આવનાર ન હોંવાથી અંદાજે ૧ લાખ જેટલા લોકોને પાણીની સમસ્યા સર્જાશે.

ઉલ્લેખનિય છે કે, પાલિકા તંત્ર શહેરના તમામ વિસ્તારોમાં સ્વચ્છ અને પૂરતું પાણી આપવામાં નિષ્ફળ રહ્યુ છે. તો બીજી તરફ આજવાથી વધારાનું પાણી મળે તે માટેની દરખાસ્ત પર નિર્ણય નહીં લઈને સત્તાધિશો મુલત્વી રાખવાની રમત અત્યાર સુધી રમી રહ્યા છે. હવે સ્થાયીના એજન્ડા પર ફરી આ દરખાસ્ત ચઢાવી છે. ત્યારે આવતીકાલે મળનારી બેઠકમાં સ્થાયી સમિતીમાં શંુ નિર્ણય લેવાય છે તે જાેવાનું રહ્યંુ.