પરિવારને બંધક બનાવી દાગીના સહિત 1.90 લાખની લૂંટ, પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
02, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

શહેર અને આસપાસના વિસ્તારોમાં હવે લૂંટારુંઓ બેફામ થઈ ગયા છે, ત્યારે મોડી રાતે હથિયારો સાથે લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે. નાઈટ કર્ફ્યૂ હોવા છતાં શહેર અને જિલ્લા પોલીસની કામગીરી સામે ચેલેન્જ ફેંકતી ઘટનાઓ બની છે. અમદાવાદના ઘુમા લાલગેબી આશ્રમ પાસે આવેલા ઇસ્કોનગ્રીન બંગલોઝમાં ચુસ્ત સિક્યુરિટી વચ્ચે 5 લૂંટારુંઓએ હથિયાર સાથે ઘૂસીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘરમાંથી તેઓ સોનાના દાગીના, આઇપેડ, રોકડ અને BMW ગાડીની તેમજ ઘરની ચાવી પણ લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે PIએ જણાવ્યું હતું કે, બંગલોઝમાં પાછળના ભાગે ખેતરમાંથી લૂંટારુંઓ પ્રવેશ્યા હતા. પાછળના ભાગે કોઈ CCTV પણ નથી, ગેટ આગળ એકમાત્ર સિક્યુરિટી ગાર્ડ છે. FSl અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. આરોપીઓને પકડવા અંગે તજવીજ ચાલી રહી છે. પોલીસે ગુનો નોંધી બંગલોઝમાં લાગેલા CCTVની તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution