ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ૧૦ ઉમેદવારીપત્રો રદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026  |   સુરત   |   2178

આગામી તા.૨૬મી એપ્રિલે યોજાનારી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્રની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૧૦ ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની કુલ ૭૨ બેઠકો માટે ૧૬૪ ઉમેદવારીપત્રો ભરાયા હતા. આજે સાંજે મેનેજિંગ કમિટીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી રહેલી ઇલેક્શન કમિટીની મિટીંગ યોજાઇ હતી. જેમાં દરેકે દરેક ઉમેદવારીપત્રની ચકાસણી કરવામાં આવી હતી.

ઉમેદવારીપત્રની ચકાસણી દરમિયાન લાઇફ મેમ્બર કેટેગરીમાં કુલ ૮ ઉમેદવારોના ફોર્મ તેમજ ગોલ્ડ મેમ્બર કેટેગરીમાં એક અને ચીફ પેટ્રન કેટેગરીમાં એક એમ કુલ ૧૦ ઉમેદવારોના ઉમેદવારીપત્રોને જુદાજુદા ટેકનિકલ કારણોસર રિજેક્ટ કરવાનો ર્નિણય ચૂંટણી કમિટીએ લીધો હતો.

જે ફોર્મ રદ થયા છે એમાં કેટલાક ઉમેદવારોને નિયમ મુજબ ચેમ્બર ઓફ કોમર્સમાં મેમ્બર બન્યાને બે વર્ષ પૂર્ણ થયા નથી આમ છતાં ઉમેદવારી કરી છે એ કારણોસર

તો કેટલાક ફોર્મમાં ઉમેદવારો

તેમજ તેમના ટેકેદારોએ સહીઓ ખોટી કરી હોવાથી તેમના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution