વુડા દ્વારા સેવાસી, ભાયલીના ૧૦ પ્લોટનું વેચાણ કરાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026  |   વડોદરા   |   1782

વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની મળેલી બોર્ડ મીટીંગમાં આગામી નાણાંકિય વર્ષ માટે જમીન વેચાણનો રૂા.૧૦૦ કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારે સેવાસી અને ભાયલી સ્થિત ટીપી સ્કીમોના ૭૪૧ થી ૩૭૦૦ ચો.મી. વિસ્તાર ધરાવતી જગ્યા પ્રતિ ચો.મીં. ૧.૧૦ લાખથી ૨.૩૨ લાખ સુધીની મિનિમમ અપસેટ વેલ્યુ સાથે ઈ ઓક્શન મારફતે જાહેર હરાજીથી વેચાણ કરવા મંજૂરી આપવામાં આવી છે.ઉપરાંત ખાનપુર- અંકોડિયા અને સેવાસી ખાતેની જગ્યાનું વેલ્યુએશન નક્કી કરવામાં આવ્યુ છેે. તે ભાવે જેટકોન ફાળવવાની દરખાસ્તને પણ મંજૂરી આપવાામં આવી છે.

વુડાને વર્ષ ૨૦૨૪-૨૫માં ટીપી સ્કીમોના પ્લોટોના વેચાણ થકી રૂા.૮૦.૬૮ કરોડની આવક થઈ હતી. જ્યારે ચાલુ નાણાંકિય વર્ષમાં રૂા.૧૦૦ કરોડના લક્ષ્યાંક સામે રૂા.૮૩.૩૨ કરોડની આવક થઈ છે. જ્યારે આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાણીજ્ય અને રહેણાંક હેતુની જગ્યાઓના વેચાણ દ્વારા રૂા. ૧૦૦ કરોડના આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.ત્યારે વુડા દ્વારા સાવેલી અને ભાયલી વિસ્તારમાં ટીપી સ્કીમ હેઠળના કોમર્શીલય અને રેસીડેન્સીયલ જગ્યાઓને ઈ ઓક્શન દ્વારા દાહેર હરાજીથી વેચાણ કરવાનું આયોજન કર્યુ છે. આ માટે લેન્ડ ડિસ્પોઝલ કમિટીની મળેલી બેઠકમાં વુડાના માલિકીની જમીનોની કિંમત નક્કી કરવામાં આવી હતી. જેમાં સેવાસીના પાંચ અને ભાયલીના પાંચ મળીને કુલ ૧૯૭૧૩ ચો.મી. જગ્યા જેની અંદાજિત અપસેટ વેલ્યુ રૂા.૨૬૨.૧૧ કરોડ રાખવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution