કવાલાલંપૂર-
મલેશિયામાં શોધકર્તાઓએ કોરોનાની એવા નવા કોરોનાને શોધ્યો છે જે સામાન્યથી ૧૦ ગણો વધારે સંક્રમણ છે. કોરોનાના મ્યૂટેશનને દુનિયામાં D 614G ના નામે ઓળખવામાં આવી રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે આ કેસની શરૂઆત એક મલેશિયાઈ રેસ્ટોરન્ટ માલિકના અત્યારે ભારતથી આવ્યા બાદના ૧૪ દિવસના જરૂરી કવોરન્ટાઈન સમયને પૂરો કર્યા બાદ શરૂ થયો છે.
મલેશિયાઈ સ્વાસ્થ્ય વિભાગના ડાયરેકટર જનરલ નૂર હિશામ અબ્દુલ્લાએ કહ્યું કે કોરોના વાયરસના નવા મ્યૂટેશનના ગંભીર પરિણામ જોવા મળી શકે છે. તેનાથી હજુ પણ વેકસીન બનાવવા અને મ્યૂટેશનને રોકવા માટે વિકસિત થતી ટેકનિક પણ ફેલ થઈ શકે છે.
આરોપી વ્યકિતને કવોરન્ટાઈનના નિયમ તોડવા માટે ૫ મહિનાની સજા અને દંડ થઈ શકે છે. આવો જ કેસ ફિલિપિન્સથી આવેલા યુવકમાં પણ જોવા મળ્યો છે. અહીં ૪૫ લોકોમાંથી ૩માં જોવા મળી રહ્યો છે. અમેરિકાના ટોચના સ્વાસ્થ્ય સલાહકાર ડો. ફૈસીએ કહ્યુ કે આ મ્યૂટેશનથી કોરોનાનો પ્રસાર ઝડપથી થઈ શકે છે.
મલેશિયાઈ સ્વાસ્થ્ય વિભાગના ડાયરેકટર જનરલ નૂર હિશામ અબ્દુલ્લાએ કહ્યું કે કોરોના વાયરસના નવા મ્યૂટેશનના ગંભીર પરિણામ જોવા મળી શકે છે. તેનાથી હજુ પણ વેકસીન બનાવવા અને મ્યૂટેશનને રોકવા માટે વિકસિત થતી ટેકનિક પણ ફેલ થઈ શકે છે.ઙ્ગ
કોરોના વાયરસમાં થનારા આ મ્યૂટેશન અમેરિકા અને યૂરોપના દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે હજુ પણ તેનું કોઈ પ્રમાણ મળ્યું નથી. કોરોના વાયરસના મ્યૂટેશનથી માણસોને ગંભીર બીમારી થઈ રહી છે.સેલ પ્રેસમાં આવેલા એક રિપોર્ટ અનુસાર અત્યારે વિકસિત કરાયેલી વેકસીનના પ્રભાવ પર મ્યૂટેશનની મોટી અસર થવાની સંભાવના નથી.
Loading ...