લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026 |
1881
નવી દિલ્હી:કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના ર્નિણયો લીધા. સરકારે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય (ભારત ઔદ્યોગિક વિકાસ યોજના)ને મંજૂરી આપી છે. ૩૩,૬૬૦ કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના હેઠળ દેશભરમાં ૧૦૦ ઔદ્યોગિક પાર્ક વિકસાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યોજના હેઠળ બનનારા ઔદ્યોગિક પાર્કમાં ઉદ્યોગો માટે જમીન, વીજળી, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ યોજનાથી દેશમાં રોકાણ વધશે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. કેબિનેટ બેઠકમાં ઉત્તર પ્રદેશના બારાબંકીથી બહરાઇચ વચ્ચે ૪-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઈવે-૯૨૭ના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર લગભગ ૬,૯૬૯ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.આ ઉપરાંત, સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી ૨૦૩૦-૩૧ના સમયગાળા માટે સ્મોલ હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ સ્કીમને મંજૂરી આપી છે. કેબિનેટે કપાસ સીઝન ૨૦૨૩-૨૪ માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને રૂા.૧,૭૧૮.૫૬ કરોડના ફંડિંગને મંજૂરી આપી છે, જેથી કપાસના ખેડૂતોને સીધો ટેકો આપી શકાય. સાથે વિદેશી ફંડિંગ સાથે જાેડાયેલા હ્લઝ્રઇછ સંશોધન બિલને પણ કેબિનેટમાં લીલી ઝંડી મળી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં બિન-સરકારી સંગઠનોને મળતા વિદેશી ફંડમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે.