ગુજરાતના આ મતદાન મથક ખાતે એક વોટ પડતા 100 ટકા મતદાન, જાણો કેમ
28, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી પરનું મતદાન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી મતદાને લઈને યૂવાઓથી લઈને તમામ વયના લોકો મતદાન કરવા જઈ રહ્યા છે અને બીજા લોકોને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે ગીર જંગલમાં આવેલા બાણેજ મતદાન મથક પર 100 ટકા મતદાન થયું છે. બાણેજ ધામના મહંત હરિદાસ બાપુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, મહંત ભરતદાસ બાપુના નિધન બાદ હરિદાસ બાપુ બાણેજ ધામના એક માત્ર મતદાતા છે.

ચૂંટણી મતદાનને લઈને બાણેજના મહંત, હરિદાસ બાપુએ જણાવ્યું હતું કે, 'સરકારે એક મતનું આટલું મહત્ત્વ સમજીને અહીં મતદાન મથક બનાવ્યું છે. હું પણ લોકોને અપીલ કરૂં છું કે, તેઓ મતનું મહત્ત્વ સમજીને તમામ લોકો મતદાન કરે. સરકારને પણ મારા કોટી કોટી વંદન કે, તેઓ એક મત માટે અહીં મતદાર કેન્દ્ર બનાવે છે. જેનાથી લોકોને પણ મતદાનનું મહત્ત્વ સમજવું જોઇએ.'


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution