વડોદરા, તા.૧૪

વડોદરા શહેર-જિલ્લાની ૧૦ બેઠકો ઉપર ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડ્યા બાદ પ્રથમ બે દિવસ એકપણ ફોર્મ ભરાયું ન હતું. પરંતુ શનિવાર-રવિવારની રજા બાદ આજે સોમવારે માંજલપુર-સયાજીગંજ અને કરજણ સિવાયની સાત બેઠકો ઉપર ૧૧ ઉમેદવારોએ ૧૭ ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ સમર્થકો, ટેકેદારો અને કાર્યકરો સાથે વાજતે-ગાજતે ઉમેદવારીપત્રો ભર્યાં હતાં.

વડોદરા શહેર-જિલ્લામાં તા.પમી ડિસેમ્બર બીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી માટે જાહેરનામું બહાર પડયા બાદ પ્રથમ બે દિવસ એકપણ ઉમેદવારીપત્ર ભરાયા ન હતા. જાે કે, ત્યાર પછી શનિવાર-રવિવારની રજા હોવાથી આજે કોંગ્રેસ, ભાજપ, આપ, અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. જેમાં શહેર-વાડી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મનીષા વકીલ, સાવલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કેતન ઈનામદારે પક્ષના કાર્યકરો-ટેકેદારો-સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. જાે કે, કોંગ્રેસે હજી જિલ્લાની વાઘોડિયા અને ડભોઈ બેઠક ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે પરંતુ પાદરા બેઠક ઉપર નિશ્ચિત મનાતા ધારાસભ્ય જશપાલ પઢિયારે ફોર્મ ભર્યું હતું. આજે સયાજીગંજ, રાવપુરા અને કરજણ સિવાયની સાત બેઠકો ઉપર ૧૧ ઉમેદવારોએ ૧૭ ઉમેદવારીપત્રો ભર્યાં હતાં.

વાડી વિધાનસભા બેઠક પર ભાજપનાં મનીષા વકીલે ઉમેદવારી નોંધાવી

વડોદરા, તા.૧૪

શહેર- જિલ્લાની ૧૦ વિધાનસભાની બેઠકો પર જાહેરનામું ૧૦ નવેમ્બરે પ્રસિધ્ધ થયા બાદ હવે આજથી રાજકિય પક્ષો સહિત અપક્ષો ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરવાનું પ્રાંરભ કર્યો છે. આજે ભરવામાં આવેલ મહત્વના ઉમેદવારી પત્રો માં વડોદરાની ૧૪૧ શહેર- વાડી વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર મનીષા રાજીવભાઇ વકિલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. જયારે જિલ્લાની સાવલી વિઘાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર કેતન મહેન્દ્રભાઇ ઇનામદારે પોતાનુ ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.

મનીષા વકીલે પોતાના સોગંદનામામાં વિગતો આપી

 ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાની જંગમ મિલ્કતો, સ્થાવર મિલ્કતો સહિતની વિગતો દર્શાવવાની હોય છે. અને જાે કોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તો તેની વિગતો પણ ઉમેદવારી પત્ર સાથે આપવામાં આવતા સોંગદનામાં પર વિગતો આપવાની હોય છે. ત્યારે શહેર- વાડી નાં ભાજપ માં ધારાસભ્યે અને રાજય સરકારનાં મંત્રી મનીષા વકિલે પોતાની વિગતો આપી છે તે પ્રમાણે સૌથી પહેલા ૨૦૦૮ માં ઇન્દીરા ગાંઘી ઓપન યુનિવસિર્ટીમાંથી માસ્ટર્સ ઓફ આર્ટસ કર્યા બાદ આજ વર્ષે તેમણે પારૂલ યુનિ. માંથી ફિલાોસોફી માં ડોકટરેટ ની પદવી મેળવી છે.

હાથ પર રોકડ રકમ ૭૪,૦૦૦

વિવિધ બેંકોમાં ૧૨,૦૬,૨૭૫ સિલક છે.

અને મ્ય, ફંડમાં ૨,૦૦૦૦૦ રોકણ

જંગમ મિલ્કત ૩૭,૯૪,૪૯૨ ,

સ્થાવર મિલકત ૧૫,૫૪,૩૨૫ છે.

સ્વ ઉપાર્જિત સ્થાવર મિલ્કત ૧૪.૫૪.૩૨૫ ,

સ્વ ઉપાર્જિત મિલ્કત ૩૭,૫૦,૦૦૦

વારસાગત મિલ્કત ૧,૦૦,૦૦૦ દર્શાવી છે.

૨૦૨૨- ૨૩ માં આઇ,ટી રીટર્ન માં ૧૪.૭૩,૦૭૩ ની આવક દર્શાવી છે. કૂર્ષિ લોન સહિત કાર લોનનું પાચ લાખથી વધુની લોન છે.

૫ાદરાના જશપાલસિંહ પઢિયારે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ

 ૧૪૬ પાદરા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે પોતાનું ઉમેદવારી પત્ર પાદરા વિધાનસભા બેઠક પર આજે ભર્યુ હતુ.તેઓએ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. અને પોતે ખેતી અને ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલ છે પોતે ઉમેદવારી પત્ર સાથે રજુ કરેલ સોંગદનામાની વિગતો પ્રમાણે

• હાથ પર સિલક ૧,૪૮,૦૦૦

• વિવિધ બેંકોમાં થાપણો. ૪,૨૦,૧૭૭

• મ્યુ ફંડ અને શેર, બોન્ડસ, ડિબેન્ચર્સ ૩૭,૯૩૦

• રાષ્ટ્રીય બચત યો, રોકાણો, વીમા પોલીસી, ૬૧,૨૫૦

•વાહનો અને ખેતીના સાધનો ૩૭,૮૪,૦૦૦

• ઝવેરાત , ૨,૬૦,૦૦૦

• જમીન, મિલ્કતો, ૩,૮૫,૦૦,૦૦૦ થી વધુ

• કૂર્ષિ લોન સહિત આર્થિક જવાબદારીઓ ૧,૨૬,૨૧,૨૧૧

સાવલી બેઠક માટે ભાજપના કેતન ઈનામદારે શક્તિ-પ્રદર્શન કરી ફોર્મ ભર્યું

સાવલી, તા.૧૪

સાવલી નગર સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય માંથી આજે તા ૧૪ નવેમ્બરે સવારે ભીમનાથ મહાદેવ મંદિરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાવલીના વર્તમાન ધારાસભ્ય ઉપર ભાજપે પસંદગીનો કળશ ઢોળાતા વિધાનસભાની ટિકિટ મળી ત્યારથી સાવલીની પ્રજામાં જાેમ અને જુસ્સો જણાતો હતો આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે કેતન ઇનામદારે જણાવતા સવારથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા ભીમનાથ મંદિરે થી ઉમેદવારે પૂજા અર્ચના કરી ને ડીજેના તાલે જુમતા કાર્યકરો સાથે ભાદરવા ચોકડી ગિરધરનગર ચોકડી થઈ બપોરે ૨ઃ૧૫ વાગે તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા પ્રાંત અધિકારી પાસે સાંસદ રંજનબેન ભટ્ટ ની ઉપસ્થિતિમાં સાવલી વિધાનસભાની ઉમેદવારી કરતું ફોર્મ ભરાયું હતું ઉમેદવારે પોતાની ડિપોઝિટ ની રકમ સાવલીની પ્રજાએ આપેલા લોકફાળા માંથી ભરી હતી ઉમેદવાર ધારાસભ્ય કેતન ઇનામદારની સાથે નીકળેલી રેલીના સમગ્ર પંથકમાં તેઓના શક્તિ પ્રદર્શનની નોંધ લેતા તાલુકા વાસીઓ જણાવતા હતા રેલીમાં સર્વ જ્ઞાતિના કાર્યકરો ઉમટી પડતા નાત જાતના વાળા ઉભા કરનાર ના ગાલ પર લપડાક સમાન હતી