ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ સ્પામને લઈને ટેલિકોમ કંપનીઓ પર પોતાનું વલણ વધુ કડક કરી લીધું છે. આ માટે ટ્રાઈએ ટેલિકોમ વિભાગને સૂચન કર્યું છે કે તે સ્પામ સાથે જાેડાયેલા નિયમોને લઈને લગાવવામાં આવેલા દંડને વસૂલ કરવા માટે ટેલિકોમ કંપનીઓની બેંક ગેરંટી એનકેશ કરાવે.એક અહેવાલ મુજબ, ્ઇછૈં એ ટેલિકોમ કંપનીઓને સ્પામને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ લાદવામાં આવેલા દંડની વસૂલાત તેમની બેંક ગેરંટીમાંથી કરવા ટેલિકોમ્યુનિકેશન વિભાગને સૂચન કર્યું છે. આ કેસ સાથે જાેડાયેલા અધિકારીઓનું કહેવું છે કે ટ્રાઈની આ સખતાઈ અણધારી છે. ્ઇછૈં સ્પામને લઈને આટલું કડક વલણ અપનાવશે એવી કોઈને અપેક્ષા નહોતી.
ટેલિકોમ કંપનીઓ પાસેથી સ્પામ નિયમો સંબંધિત લગભગ ૧૧૫ કરોડ રૂપિયા વસૂલ કરવાના છે. સૌથી વધુ લેણું સરકારી ટેલિકોમ કંપનીઓ મ્જીદ્ગન્ અને સ્દ્ગન્ પર છે. બંને પર ૮-૧૦ વર્ષમાં ડિફોલ્ટને કારણે બાકી લેણાંનો આંકડો ૫૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયો છે. તે પછી, ભારતી એરટેલ પાસેથી રૂ. ૨૦ કરોડ, વોડાફોન આઇડિયા પાસેથી રૂ. ૧૫ કરોડ અને રિલાયન્સ જિયો પાસેથી રૂ. ૧૨ કરોડની વસૂલાત કરવામાં આવવાની છે. પ્રાઈવેટ કંપનીઓ પર લેણાંની અવધિ ૧૦ મહિનાથી લઈને ૩ વર્ષ સુધીની હોય છે.ટેલિકોમ રેગ્યુલેટરે ઘણી વખત તમામ કંપનીઓને રિમાઇન્ડર મોકલીને દંડ ભરવા માટે યાદ અપાવ્યું છે. વારંવાર રિમાઇન્ડર છતાં દંડ ન ભરવાના કારણે ્ઇછૈંએ આ પગલું ભર્યું છે. કાયદા અનુસાર, ્ઇછૈંને એ સત્તા આપવામાં આવી છે કે સતત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટેલિકોમ કંપનીઓના લાઇસન્સ રદ કરી દે, પરંતુ અત્યાર સુધી આવા કડક પગલાં ક્યારેય લેવામાં આવ્યા નથી.
ટ્રાઈએ તાજેતરના સમયમાં સ્પામ પર સતત તેની સખતાઈ વધારી છે. આ માટે રેગ્યુલેટરે તમામ કંપનીઓને ડેડલાઇન આપી હતી, પરંતુ બાદમાં ડેડલાઇન લંબાવવા મજબૂર થવું પડ્યું. આ માટે, નવી બ્લોકચેન આધારિત સિસ્ટમ અપનાવવામાં આવી છે, જે સ્પામ એસએમએસને રોકવા માટે છે. અગાઉ કંપનીઓને માત્ર ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે ટ્રાઈએ આ ડેડલાઇન બદલીને ૧ ઓક્ટોબર કરી દીધી છે.
Loading ...