ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્‍લામાં આભ ફાટ્યું બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં નવ કલાકમાં ૧૩ ઇંચ, કોડીનારમાં નવ કલાકમાં ૧૧ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્‍થ‍િતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્‍ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્‍યવહાર ખોરવાઇ જતાં બંન્‍ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે પણ ચાલુ રહી હતી. સૂત્રાપાડામાં ૩૦૨મિમી (૧૨ ઇંચ), કોડીનારમાં ૨૭૯ મિમી (૧૧ ઇંચ) અને વેરાવળમાં ૧૨૪ મિમી (૫ ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્‍યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્‍યા સુધી અનરાધાર વરસાદ વરસ્‍યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જાેવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્‍યાં છે. મટાણા ગામને જાેડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્‍યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્‍તા-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્‍કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જાેવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્‍તાર સહિત નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાનાં અન્‍ય ગામોને જાેડતા ઉંબરી સહિતના મુખ્‍ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. કોડીનાર પંથકમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે સવારે પણ અવિરત ચાલુ હતા. એને લીધે કોડીનાર શહેર-પંથકમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્‍ન જેવી સ્‍થ‍િતિ અનેક જગ્‍યાએ જાેવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્‍તાઓ અને નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થયાં હતાં. ભારે વરસાદને પગલે કોડીનાર પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારમાં અનેક જગ્‍યાએ જળમગ્‍ન જેવી પરિસ્‍થ‍િતિ જાેવા મળી રહી છે.

દ્વારકામાં ભારે વરસાદથી જગત

મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ

દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં ૬.૬ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે. કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં ૪ અને ખંભાળિયામાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જાેખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જાેખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે. દ્વારકામાં જગત મંદિરનાં શિખરે ધજા અડધી કાઠીએ ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લેવાયો છે. ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે.

જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

જામનગર જામનગર જિલ્લા અને શહેરમાં મેઘરાજાએ વ્હેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે જામનગરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા દેધનાધન વરસાદ વરસાવી રહ્યા છે. સૌથી વધારે પડાણા ગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહીની પગલે વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને જિલ્લાને મેઘરાજાએ મુકામ બનાવ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાળકોએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર જિલ્લા અને શહેરમાં વહેલી સવારથી જ સતત વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી મેઘમહેર જાેવા મળી રહી છે.

જામનગરમાં મકાનની અગાસી પર વિજળી પડી

જામનગરના ગુલાબનગર વિસ્તાર નજીક મોહનનગરમાં આવેલા આવાસના ૧૨ નંબરના બિલ્ડીંગની અગાસીના ખૂણા પર વીજળી પડતાં બિલ્ડીંગનો ખૂણો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ત્યાં વસવાટ કરતા સેંકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ નું નિર્માણ કરાયું છે. જેમાં ૧૨ નંબરની બિલ્ડીંગની અગાસીના એક ખૂણા પર આજે ભારે વરસાદની સાથે વિજળી પડી હતી. જે વીજળીના કારણે બિલ્ડીંગનો અગાસીના ખૂણાનો કેટલોક હિસ્સો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે બિલ્ડીંગમાં વસવાટ કરતા અનેક લોકો પોતાના ઘરમાં જ હતા, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. પરંતુ સેકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. હજુ પણ વરસાદી વાતાવરણ ચાલુ હોવાથી અન્ય સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.