વડોદરા, તા. ૩

રામનવમીના દિવસે થયેલા કોમીતોફાનમાં સંડોવાયેલા ટોળા પૈકી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે બંને કોમના વધુ ૧૨ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરાતા તેઓને જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ જેલભેગા કરાયા હતા.

ગત ૩૦મી તારીખે થયેલા કોમીતોફાનોના સીસીટીવી કેમેરાના ફુટેજ , સોશ્યલ મિડિયા પર ફરતી થયેલી ક્લિપો અને પોલીસ જવાનોના બોડીવોર્ન કેમેરાના ફુટેજના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તોફાનીઓના ટોળામાં સામેલ આરોપીઓની સતત ચકાસણી કરી રહી છે. આ ચકાસણીના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે બંને કોમના વધુ ૧૨ આરોપીઓની ધરપકડ કરી હતી. તોફાનો દરમિયાન ફતેપુરા પાંજરીગર મોહલ્લામાં ઘાતક હથિયારનું નગ્ન પ્રદર્શન કરી ભય ફેલાવ્યો હતો. આ વિગતોના પગલે પોલીસે તલવાર સાથે નીકળેલા ઈસ્તીયાન શેખને ઝડપી પાડી તેની પાસેથી તલવાર પણ કબજે કરી હતી.

આજે ધરપકડ કરાયેલા બંને કોમના તમામ ૧૨ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોર્ટમાં રજુ કર્યા હતા્‌ જ્યાં તમામને જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ જેલભેગા કરવાનો આદેશ થયો હતો. આ બનાવમાં હજુ પણ અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ

જયપાલસિંહ વિક્રમસિંહ રાજ- સીલ્વર સ્કાય, હરણી-સમા લીંકરોડ (૨) સાવન કંચનભાઈ હરીજન –વિદ્યાવિહાર ક્વાટર્સ, ફતેગંજ (૩) ઈસ્તીયાન ઈલિયાસ શેખ- ફતેપુરા, પાંજરીગર મોહલ્લા (૪) વિનાયક કિશોર ચાળકે દિવાળીપુરા, તરસાલી (૫) સાગર પ્રકાશભાઈ ત્રિવેદી- કુંભારવાડા, ફતેપુરા (૬) અર્જુન મોહનભાઈ સરગરા – નુતનસૈારભ સોસાયટી, હરણી-વારસિયારોડ (૭) રાહુલ વિજય રાજપુત- વિમા દવાખાના, વારસિયા (૮) રાજ ભરતભાઈ દરબાર- વિમા દવાખાના પાસે, ફતેપુરા (૯) મેહુલ સંજયભાઈ રાજપુત - ખારીતલાવડી,ફતેપુરા(૧૦) સલીમ ઈસ્માઈલભાઈ દુધવાલા – પાંજરીગર મોહલ્લા, ફતેપુરા (૧૧) નોમાન ઈલિયાસ શેખ- પાંજરીગર મોહલ્લા, ફતેપુરા (૧૨) આમીર આરીફભાઈ મન્સુરી- બરાનપુરા,ભાટવાડા