૧૨ સાયન્સનાં વિદ્યાર્થીનો પરીક્ષાનાં તણાવમાં ફાંસો ખાઈ આપઘાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026  |   3465

સુરત. રાજ્યમાં હાલ ધો-૧૦ અને ૧૨ની ચાલી રહી છે. પરીક્ષાને લઈને કોઈ વિદ્યાર્થી માનસિક તાણ ન અનુભવે તે માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરી છે, ત્યારે સુરત શહેરમાં નવાગામ ડીંડોલીના ઉમિયા નગરના ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીએ પરીક્ષા વચ્ચે આજે વહેલી સવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી હતી. બોર્ડની પરીક્ષાના તણાવમાં વિદ્યાર્થીએ અંતિમ પગલું ભરતાં પરિવારમાં શોકની કાલિમા છવાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની પ્રહલાદ પાટીલ હાલમાં નવાગામ ડીંડોલીના ઉમિયા નગરમાં પરિવાર સાથે રહે છે. અને ઇલેક્ટ્રિશ્યન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં પુત્ર અને પુત્રી છે. જેમાં ૧૭ વર્ષનો પુત્ર શ્રીકાંત ઉધના વિસ્તારમાં આવેલી શેઠ શ્રી પી.એચ બચકાનીવાલા વિદ્યામંદિરના ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તેણે ગત ૨૬મીના રોજ પહેલી પરીક્ષા આપી હતી. જ્યારે આજે બીજી પરીક્ષાની તૈયારી માટે ઘરના રસોડામાં બેસી અભ્યાસ કરતો હતો, દરમિયાન શ્રીકાંતે વહેલી સવારે આજે વહેલી સવારે પોતાના ઘરના રસોડામાં છતના પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. સવારે વહેલી સવારે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન પિતાએ રસોડામાં જઈને જાેતાં પોતાનો એકનો અનેક પુત્ર ફાંસીએ લટકતો જાેવા મળ્યો હતો. આપઘાતના બનાવ અંગે ડીંડોલી પોલીસને જાણ કરતાં પોલીસ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી. અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થી શ્રીકાંતે અભ્યાસ અને પરીક્ષાના ટેન્શનમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution