ભારત દેશના સંવિધાનના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે મેયર નિલેશ રાઠોડ સહિત પાલિકાના હોદ્દેદારોએ પુષ્પાજંલી અર્પણ કરી હતી. તેમજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા સયાજીગંજ થી અલકાપુરી ડો.આંબેડકરજીની પ્રતિમાં સુઘી પદયાત્રાનું આયોજન કરાયું હતું.અને ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.કોંગ્રેસના અગ્રણીઓ તેમજ પાલિકા દ્વારા પણ ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.