વડોદરા, તા. ૨૫

શહેરના સંવેદનશીલ ફતેપુરા વિસ્તારમાં રહેતી માત્ર ૧૫ વર્ષની હિન્દુ સગીરાને ભાંડવામાં રહેતો વાજીદ પઠાણ નામનો વિધર્મી યુવક લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરી જતા સગીરાની માતાએ આ બનાવની કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ટુંકાગાળામાં ફરી લવજેહાદની ઘટના બનતા સંવેદનશીલ ફતેપુરા વિસ્તારમાં આ બનાવને લઈને ઉશ્કેરાટ ફેલાયો છે.

મળતી વિગતો મુજબ ફતેપુરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી ૧૫ વર્ષીય દિયા (નામ બદલ્યુ છે) પ્રાથમિક શાળામાં અભ્યાસ બાદ હાલમાં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે કારેલીબાગ વિસ્તારના બંગલામાં ઘરકામ કરે છે. ગત ૨૩મી તારીખે બપોરે દિયા કામ માટે ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થઈ હતી. આ બનાવની જાણ થતા તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી જેમાં તેઓને ચોંકાવનારી જાણ થઈ હતી કે દિયાની અગાઉ છેડતી કરનાર ૨૧ વર્ષીય વાજીદ નઈમભાઈ પઠાણ (ફતેપુરા, ભાંડવાડા)એ દિયાને પ્રેમજાળમાં ફસાવી હતી.

દરિમયાન બપોરના સમયે તે દિયાનો પીછો કરતો કારેલીબાગ વિસ્તારની નાગેશ્વર સોસાયટી પાસે પહોંચી હતી અને તેને રસ્તામાં આંતરીને લગ્નની લાલચ આપી હતી અને પોતાની સાથે ભગાડી જઈ તેનું અપહરણ કરી ગયો હતો. વિધર્મી યુવક દ્વારા હિન્દુ સગીરાના અપહરણની જાણ થતાં જ દિયાના પરિવારજનો તેમજ તેના વિસ્તારના રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો. આ બનાવ બાદ પરિવારજનોએ શોધખોળ કરીને દિયાને શોધી કાઢતા તેણે વાજીદ પઠાણે તેનું અપહરણ કર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.આ બનાવની દિયાની માતાએ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વાજીદ સામે છેડતી, અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. મળતી વિગતો મુજબ પોલીસે વાજીદને શોધી કાઢી તેની અટકાયત કરી હતી. જાેકે તેનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.