દિલ્હીમાંથી ૧૫ ટન નકલી મસાલા અને કાચો માલ જપ્ત

દિલ્હીમાંથી ૧૫ ટન નકલી મસાલા અને કાચો માલ જપ્ત

નવી દિલ્હી

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે કરાવલ નગરમાં બે એવી ફેક્ટરીઓનો ભાંડાફોડ કર્યો છે, જ્યાં સડેલા ચોખા, લાકડાનું ભુસૂં અને કેમિકલ વડે ડુપ્લિકેટ મસાલા તૈયાર કરવામાં આવતા હતા. આ બંને ફેક્ટરીઓ દિલ્હીના કરાવલ નગરમાં છે. આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કરાવલ નગરથી ૧૫ ટન ડુપ્લિકેટ મસાલા અને કાચો માલ જપ્ત કર્યો છે. આરોપી ખારી બાવલી, સદર બજાર, લોની ઉપરાંત સમગ્ર એનસીઆર અને અન્ય રાજ્યોમાં ડુપ્લીકેટ મસાલાની સપ્લાય કરતા હતા. પોલીસની સૂચના પર ફૂડ સેફ્ટી વિભાગે મસાલાના સેમ્પલ લીધા છે. આરોપીઓની ઓળખ કરાવલ નગરના જ દિલીપ સિંહ ઉર્ફે બંટી (૪૬), મુસ્તફાબાદના સરફરાજ (૩૨) અને લોનીના ખુરશીદ મલિક (૨૪) તરીકે કરવામાં આવી છે.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચને સમાચાર મળ્યા હતા કે નોર્થ ઇસ્ટ દિલ્હીમાં ઘણા મેન્યુફેક્ચરર અને દુકાનદારો અલગ-અલગ બ્રાંડના નામે ડુપ્લિકેટ મસાલા તૈયાર કરી તેને દિલ્હી-એનસીઆરમાં વેચી રહ્યા છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચના નેતૃત્વમાં એક ટીમને આ રેકેટનો પર્દાફાશ કરવા માટે તૈયાર કરવામાં આવી. આ દરમિયાન કરાવલ નગરમાં ડુપ્લિકેટ મસાલા તૈયાર કરનાર બે ફેક્ટરીઓ પર રેડ પાડવામાં આવી.

દરોડા દરમિયાન એક ફેક્ટરીમાંથી દિલીપ સિંહ અને ખુર્શીદ મલિક નામના બે લોકો મળી આવ્યા હતા. આ લોકો ભેળસેળવાળો મસાલો તૈયાર કરતા હતા. બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમે તેમને પકડી લીધા હતા. પોલીસે જ્યારે ફેક્ટરીના સામાનની તપાસ કરી તો ખબર પડી કે સડેલા ચોખા, બાજરી, નારિયેળ, જાંબૂ, લાકડાનું ભુસૂં, કેમિકલ અને ઘણા ઝાડની છાલમાંથી મસાલા તૈયાર કરવામાં આવતા હતા. આ મસાલાને ૫૦-૫૦ કિલોના મોટા કટ્ટામાં ભરીને રાખવામાં આવતા હતા અને બજારોમાં વેચવામાં આવતા હતા. ટીમે ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને સૂચના આપી. તેમણે ઘટનાસ્થળે પહોંચી નિરિક્ષણ કર્યું. આરોપીઓએ જણાવ્યું કે ખારી બાવલી અને સદર બજારથી મિલાવટી મસાલા પશ્વિમી ઉત્તર પ્રદેશ અને દેશના અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવતા હતા. કરાવલ નગરની આ બંને ફેક્ટરીઓ પર પોલીસની રેડમાં ૧૫ ટન ડુપ્લિકેટ મસાલા અને કાચો માલ મળી આવ્યો છે. તેમને ૫૦-૫૦ કિલોના કટ્ટામાં ભરીને રાખવામાં આવતા હતા. પોલીસનું કહેવું છે કે આરોપીઓંરીની પૂછપરછમાં ખબર પડ્યું કે મિલાવટી મસાલા દિલ્હીના મોટા મોટા બજારો સહિત આખા એનસીઆરમાં વેચવામાં આવતા હતા. તેમાં દિલ્હીના સદર બજાર અને ખારી બાવલી જેવા લોકપ્રિય બજાર પણ સામેલ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution