દાહોદ, તા.૧૮

મોડી રાતે દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલવે સ્ટેશન નજીક સર્જાયેલ ભયાનક દુર્ઘટનામાં માલ ગાડીના ૧૬ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. અને ડબ્બા એકબીજાની ઉપર ચડી ગયા હતા. રેલ્વે લાઈનની ૨૫૦૦૦ મેગા વોટની ઇલેક્ટ્રિક લાઈન પણ તૂટી જવા પામી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. હાલ દિલ્હી થી બોમ્બે અને બોમ્બે થી દિલ્હી એમ બંને તરફનો રેલવે વાર ખોરવાઈ ગયો હતો અને મોડી રાતથી વરસતા વરસાદમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વરસતા વરસાદમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રેલવે સૂત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ રતલામ મંડલ નજીક માલ ગાડી ના ડબ્બાની વચ્ચે તણખા ઝરતા જાેવા મળ્યા હતા. તે વખતે તરત જ મંગલ મહુડી સ્ટેશન નજીક ગાર્ડના ડબ્બામાં આ અંગેની જાણ કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ કોઈ સંપર્ક થવા પામ્યો ન હતો અને અને થોડીવારમાં જ ઓફ લાઇનમાં આઠ ડાઉન લાઇનમાં આઠ અને ઓફલાઈનમાં છ ડબ્બા પાટા પરથી ઉતરી પડવાની જાણ સ્ટેશન માસ્ટરને થતા જ તેઓએ ખતરાની સાયરન વગાડતા ઇમરજન્સી સ્ટાફ તરત હાજર થઈ ગયો હતો અને તે દરમિયાન રતલામ ડિવિઝન નો અપલાઇનનો રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને જુદા જુદા સ્ટેશને ટ્રેનોને રોકી લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવેલ કર્મચારીઓ સાથેના ઉચ્ચ અધિકારીઓના કાફલા દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ રેલ દુર્ઘટનામાં માલ ગાડીના ડબ્બા સિગ્નલ રેલવેના પાટા તેમજ ઇલેક્ટ્રિક લાઈનને મોટું નુકસાન થવા પામ્યું હતું. આ દુર્ઘટના નું સાચું કારણ હજી જાણવા મળ્યું નથી આ દુર્ઘટનાના કારણે ૨૩ જેટલી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે જ્યારે આજે કેટલીક ટ્રેનો રદ કરવાની ચર્ચા ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે આજે ને આવતીકાલ મંગળવારે પણ બંને તરફનો ટ્રેન વ્યવહાર પુન ચાલુ થાય તેવી કોઈ શક્યતાઓ હાલ જણાતી નથી.

૨૭ જેટલી ટ્રેનો ડાયવર્ટ કરાઈ

પાંચ ટ્રેનો રદ કરવામાં આવી

લીમખેડા, તા.૧૮

દાહોદ જિલ્લના લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામે આજે મધરાત્રી બાદ દિલ્હી - મુંબઈ મુખ્ય રેલમાર્ગ ઉપર પાટા ઉપરથી માલગાડી ના ૧૬ જેટલા ડબ્બા ખડી પડતા અકસ્માત સર્જાયો હતો ડબ્બા એકબીજા ઉપર ચડી જતા રેલવે લાઈનને ભારે નુકસાન થયું હતું તેથી રેલ વિભાગને મુંબઈ દિલ્હી લાઈનનો રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો અને ૨૭ જેટલી ટ્રેનો ડાયવર્ટ કરાઈ હતી તો પાંચ ટ્રેનો રદ કરવામાં આવી હતી.

      લીમખેડા તાલુકામાં આવેલા મંગલ મહુડી ગામ પાસે દિલ્હી મુંબઈ રેલમાર્ગ ઉપર આજે મધરાત ૧-૧૫ વાગ્યાના સુમારે માલગાડી પાટા ઉપરથી ખડી પડતા અકસ્માત સર્જાયો હતો લીમખેડા નજીક મંગલ મહુડી પાસે અપલાઈન ઉપર મધ્યપ્રદેશના રતલામ થી એક માલગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે મધરાત ના સુમારે રસ્તામાં મંગલ મહુડી ગામ પાસે પહોંચતા અચાનક કોઈ અગમ્ય કારણોસર માલગાડીના ૧૬ જેટલા ડબ્બા પાટા ઉપરથી ખડી પડ્યા હતા માલગાડીના ૧૬ ડબ્બા એકબીજા ઉપર ચડી જતા રેલવે લાઈનને ભારે નુકસાન થયું હતું તેથી દિલ્હી વચ્ચેનો રેલ વ્યવહાર ખોવાયો હતો જેને લઇને રેલ વિભાગ દ્વારા ૪૯ જેટલી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે ૨૭ ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી ઘટનાને પગલે રતલામ ડિવિઝનના ડી આર એમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના કઈ રીતે બની તે દિશામાં તપાસ હાથ ધરી છે જ્યારે રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી જાે પેસેન્જર ટ્રેન હોત તો મોટી દુર્ઘટના સર્જાતી પરંતુ સદનસીબે માલગાડી હોવાથી મોટી જાનહાની ટળી હતી. દાહોદ વડોદરા સ્પેશિયલ, વડોદરા કોટા એક્સપ્રેસ, વડોદરા દાહોદ સ્પેશિયલ ,મુંબઈ સેન્ટ્રલ નિઝામુદ્દીન અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ મુંબઈ થી ૧૮ તારીખના રોજ નીકળવા વાળી ,બાંદ્રા ટર્મિનસ અમૃતસર એક્સપ્રેસ, કોટા વડોદરા પાર્સલ ,જયપુર મુંબઈ સેન્ટ્રલ , મુંબઈ સેન્ટ્રલ જયપુર ,ઇન્દોર ડોન્ટ એક્સપ્રેસ , દોંડ ઇન્દોર એક્સપ્રેસ, ઇન્દોર મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ,બાંદ્રા ટર્મિનલ જયપુર ,અમદાવાદ પટના એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ અમૃતસર એક્સપ્રેસ , અમદાવાદ વારાણસી એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ ઇન્દોર એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ નઈ દિલ્હી એક્સપ્રેસ ,બાંદ્રા ટર્મિનલ બરોની એક્સપ્રેસ ,બાંદ્રા ટર્મિનલ ઉદયપુર સ્પેશિયલ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનલ હરિદ્વાર એક્સપ્રેસ, અમદાવાદ નિઝામુદ્દીન એક્સપ્રેસ ,નિઝામુદ્દીન એકતા નગર એક્સપ્રેસ, અમદાવાદ આગ્રા કેન્ટ સ્પેશિયલ એક્સપ્રેસ ,ગાંધીનગર કેપિટલ ઇન્દોર શાંતિ એક્સપ્રેસ, ઇન્દોર ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ સહિત ૨૭ ટ્રેનોને તાત્કાલિક રેલવે વિભાગ ે તાત્કાલિક ધોરણે ધોરણે રદ કરી હતી એક અખબારી યાદી જાહેર કરી છે