ગીર સોમનાથ-

વર્તમાન ડીજીટલ યુગમાં ઓનલાઇન શિક્ષણના બહાને બાળકોમાં મોબાઇલની ઘેલછાના કારણે સમાજમાં અવાર નવાર અકલ્‍પનીય બનાવો બનતા સામે અાવી રહયા છે. એવા સમયે ગીર સોમનાથ જીલ્‍લાના ઉના શહેરમાં ગઇકાલે બપોરે યુવતિનો પહેરવેશ ઘારણ કરેલ એક 16 વર્ષીય વિઘાર્થીનો ગળાફાંસો ખાઇ લીઘો હોવાની ઘટના સામે ઐઆવી છે. આ ઘટનામાં વિઘાર્થીએ મોબાઇલની કોઇ ગેઇમના લેવલ પ્રમાણે લેડીસ પેરવેસ પહેર્યો હોવાની પરીવારએ આશંકા વ્‍યકત કરી છે. જેથી આ મામલે પોલીસે મૃતક વિઘાર્થી પાસે રહેલ મોબાઇલ કબ્‍જે લઇ એફએસએલમાં મોકલવાની સાથે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. હાલ તો આ ઘટનાને લઇ પરીવારજનો પર આભ ફાટયુ હોય તેવી સ્‍થ‍િતિ સર્જાય છે.

કોરોના કાળમાં ચાલી રહેલ ઓનલાઇન શિક્ષણ સાથે વિઘાર્થીઅોમાં મોબાઇલનો સતત વઘી રહેલા ઉપયોગ (લત)ના લીઘે છાશવારે અનેક અકલ્‍પનીય બનાવો બનતા સામે અાવી રહયા છે. એવા સમયે વાલીઓ માટે લાલબતી સમાન કીસ્‍સો ગીર સોમનાથ જીલ્‍લામાંથી સામે આવેલ છે. જેની જાણવા મળતી વિગતોનુસાર જીલ્‍લાના ઉના શહેરમાં લેબોરેટરી ચલાવતા અને સાજનનગર વિસ્‍તારમાં દિલીપભાઇ નંદવાણા બે પુત્રો અને પત્‍ની સાથે રહે છે. તેમનો મોટો પુત્ર ભાવનગર ખાતે અભ્‍યાસ કરે છે જયારે નાનો પુત્ર તરૂણ (ઉ.વ.16) પરીવાર સાથે ઉનામાં રહી સ્‍થાનીક ખાનગી શાળામાં ઘો.9 માં અભ્‍યાસ કરે છે. ગઇકાલે તા.15 ઓગષ્‍ટના રોજ દિલીપભાઇ તેમના મોટા પુત્રને તેડવા અર્થે ભાવનગર ગયા હતા. જયારે નાનો પુત્ર તરૂણ બપોરના બારેક વાગ્‍યે માતાને રાઇસ બનાવવાનું કહી ઉપરના માળે પોતાના રૂમમાં મોબાઇલ સાથે લઇ ગયો હતો.

દોઢેક વાગ્‍યા આસપાસ જમવાનું તૈયાર થતા માતાએ પુત્રને બોલાવેલ પરંતુ તે અાવેલ નહીં અને રૂમનો દરવાજો અંદરથી બંઘ હતો. જેથી તેની માતાએ પાડોશીના મોબાઇલમાંથી તરૂણ પાસે રહેલા મોબાઇલમાં કોલ કરેલ જે સતત રીસીવ ન થતા નો રીપ્‍લાય આવતો હતો. જેથી પાડોશીઅોને બોલાવી રૂમનો દરવાજો તોડતા તરૂણ (ઉ.વ.16) યુવતિના પહેરવેશ પહેરલ હાલતમાં ગળાફાંસો ખાઘેલ સ્‍થ‍િતિમાં જોવા મળેલ હતો. જેથી તે સમયે હાજર સૌ કોઇ મુંઝવણમાં મુકાયા હતા. આ અંગે તુરંત પોલીસને જાણ કરતા સ્‍ટાફ ઘટનાસ્‍થળે દોડી અાવેલ હતો. બાદમાં તરૂણના મૃતદેહને ઉતારી સરકારી હોસ્‍પીટલએ પીએમ અર્થે લઇ જવામાં આવેલ હતો. આ ઘટનાની જાણ થતા સામાજીક અાગેવાનો પણ દોડી આવ્યા હતા.

જો કે, હજુ 16 વર્ષીય તરૂણએ કયાં કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્‍યુ તે ઘેરૂ રહસ્‍ય બની ગયુ છે. ત્‍યારે પોતાના વ્‍હાલસોયાને ગુમાવનાર પરીવારજનોએ ગળાફાંસા અંગે તરૂણએ મોબાઇલમાં કોઇ ગેઇમનો ટાસ્ક પુરો કરવામાં જીવન ટુંકાવી લીધું હોવાની આશંકા વ્‍યકત કરી છે. આ ઘટના અંગે પોલીસ જીણવટભરી તપાસ કરી ગળાફાંસો ખાવા પાછળનું સાચું કારણ બહાર લાવે તેવી માંગણી કરી છે. તો બીજી તરફ પોલીસ દ્રારા આ મામલે તરૂણના રૂમમાં તપાસ હાથ ઘરી છે. તેના મોબાઇલને કબ્‍જે લ એફએસએલમાં મોકલવા તજવીજ હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે. હાલ પોલીસ પરીવારએ વ્‍યકત કરેલ મોબાઇલ ગેઇમ સહિતના અન્‍ય જુદા જુદા કારણોને અાગળ રાખી તપાસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે. ગઇકાલે 15 ઓગષ્ટ સ્‍વાતંત્ર દિન હોવાથી સવારથી જ તરૂણ ખુશ હતો. સાંજે તેનો મોટો ભાઇ ઘરે અાવવાનો હોવાથી ખુશી બેવડી હતી. જેથી તરૂણએ બપોરે ઘરે તેની માતાને સાંજે ભાઇ અાવે ત્‍યારે ત્રીરંગા કલરના ઢોકળા બનાવવાનું કહેલ હતુ. તરૂણના આ  શબ્‍દો તેની માતા માટે અંતિમ બની ગયા હોવાનું જાણવા મળેલ છે.