૧૬૫૪ મિલકતો સીલ ઃ ૧૧૪ મિલકતોના પાણીજાેડાણ કાપી ૨.૭૩ કરોડની વસૂલાત
11, માર્ચ 2023

વડોદરા, તા.૬

કેન્દ્ર અને રાજ્ય સરકારની રૂપિયા ૨૬ કરોડની બાકી લેણા ની વસૂલાતમાં નિષ્ફળ વડોદરા કોર્પોરેશને વેરા નહિ ભરનાર શહેરીજનો સામે માસ સિલીંગ ઝુંબેશ આજે વહેલી સવારથી શરૂ કરી છે.પાલિકાની ૧૯ વોર્ડની ૧૫૨ કર્મચારીઓની આઠ ટીમો દ્વારા સવાર થી બાકી વેરાની વસૂલાત માટેકોમર્શિલ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની અને રહેણાંક મકાનોના બાકી વેરા સામે પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં આજે દિવસ દરમિયાન ૧૬૫૪ કોમર્શીયલ મિલ્કતોને સીલ તેમજ ૨૪૦૪ રહેણાંક મિલ્કતોને નોટીસ આપવામાં આવી હતી.જ્યારે ૧૧૪ મિલ્કતોના પાણીના કનેક્શનો કાપવામાં આવ્યા હતા. અને રૂા.૨.૭૩ કરોડની વસૂલાત કરવામાં આવી હતી.

પાલિકાના સૂત્રો અનુસાર શહેરમાં ચાલુ વર્ષે રૂપિયા ૭૨૦ કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક મુકાયો છે. જેની સામે અત્યાર સુધીમાં રૂપિયા ૫૩૦૨.૪૫ કરોડ વસૂલ થઈ ચૂક્યા છે. શહેરી હદ વિસ્તારમાં નવા સાત ગામના સમાવેશ થવા સાથે પાલિકાએ ચાલુ વર્ષે કુલ રૂપિયા આઠ લાખથી વધુના વેરા બિલની બજવણી કરી હતી જેમાંથી રૂપિયા ૬.૪૮ લાખના રહેણાંક મિલકતો અને રૂપિયા ૧.૫૩ લાખની કોમર્શિયલ મિલકતો પાસેથી વેરાની વસુલાત થઈ હતી. જ્યારે વેરો નહિ ભરનાર કુલ. ૭૨૨૭ મિલકતોને અત્યાર સુઘીમાં સીલ કરી છે. આ ઉપરાંત ૪૮,૨૦૦ મિલકતોને નોટીસ ફટકારવામાં આવી છે.

પાલિકા તંત્રએ આજથી શહેરના તમામ ૧૯ કુલ ૧૫૨ કર્મચારીઓની ૮ ટીમો તૈયાર કરી છે. જેમાં વેરો નહિ ભરનારને ત્યાં સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. ઉપરાંત દરેક વોર્ડમાં બે યુસીડી કર્મીઓ, બે રેવન્યુ કર્મીઓ, બે એન્જિનિયર અને એક ક્લાર્ક તથા પટાવાળા સહિત કુલ આઠ સભ્યોની ટીમો કોમર્શિયલ મિલકતોને સીલ કરવા વહેલી સવારથી કાર્યવાહી હાથ ઘરી છે. આ વોર્ડ ઓફિસરો તેમજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પણ જાેડાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution