લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, માર્ચ 2026 |
1980
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષની અસર હવે ભારતની ઊર્જા સપ્લાય પર પણ જાેવા મળી રહી છે. દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ક્રૂડ અને ગેસ સપ્લાયના માર્ગ તરીકે ઓળખાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારત માટે જરૂરી ઈંધણ લઈને આવતા ૧૯ જહાજાે ફસાઈ ગયા છે. આ જહાજાેમાં એલપીજી ક્રૂડ ઓઈલ અને એલએનજી જેવા મહત્વપૂર્ણ સંસાધનો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પરિસ્થિતિ પર કડક નજર રાખી છે અને સૌથી પહેલા ભારતીય જહાજાે અને નાવિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ૧૯ જહાજાેમાં જરૂરી ઈંધણ, સપ્લાય પર અસરની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફસાયેલા ૧૯ જહાજાેમાંથી ૧૦ વિદેશી ધ્વજવાળા જહાજાે છે. જેમાં ૩ એલપીજી, ૪ ક્રૂડ અને ૩ એલએનજીના જહાજાે છે. ઉપરાંત, ભારતીય ધ્વજવાળા જહાજાે પણ આ સંકટમાં ફસાયા છે, જેમાં એલપીજી, એલએનજીઅને ક્રૂડ ઓઈલના ટેન્કરો સામેલ છે. આ સ્થિતિને કારણે ભારતમાં ઈંધણની સપ્લાય પર અસર થવાની આશંકા વધી ગઈ છે, કારણ કે આ બધા જહાજાે જરૂરી ઊર્જા સંસાધનો લઈને આવી રહ્યા છે. ૫૦૦ જહાજાેની ભીડમાં ફસાયો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ-સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂબ જ સાંકડી દરિયાઈ લાઈન છે, જ્યાં હાલમાં લગભગ ૫૦૦ જેટલા જહાજાે ફસાયા છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે અહીં જહાજાેની અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે.
ઈરાનની સંસદમાં હોર્મુઝ અંગે નવો કાયદો
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ આ માર્ગ પરથી પસાર થતા જહાજાે પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ હિલચાલને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યંત ગંભીર સપાટીએ પહોંચ્યો છે. ઈરાની સરકારી મીડિયા ૈંઇૈંમ્ના અહેવાલ મુજબ, આ નવી યોજના હેઠળ હોર્મુઝના માર્ગનો ઉપયોગ કરતા તમામ વ્યાપારી જહાજાેએ ટેક્સ ચૂકવવો પડશે. ખાસ વાત એ છે કે આ ટેક્સની ચૂકવણી ઈરાની ચલણ રિયાલમાં કરવાની રહેશે. આ યોજનામાં પર્યાવરણ સુરક્ષા અને સમુદ્રી સુરક્ષાના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા છે.
અમેરિકા દર સેકન્ડે રૂ. ૯.૮ લાખ ખર્ચે છે રોજનો રૂ. ૮,૪૫૫ કરોડનો ધુમાડો!
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકન અર્થતંત્ર પર મોટું આર્થિક ભારણ આવી રહ્યું છે. અમેરિકા આ યુદ્ધમાં દર સેકન્ડે ૧૦,૩૦૦ ડૉલર(આશરે ૯.૮ લાખ રૂપિયા) ખર્ચ કરી રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધના ૩૧મા દિવસે અમેરિકન કરદાતાઓને અત્યાર સુધીમાં ૨૭.૬૮ અબજ ડૉલર(આશરે ૨.૬૩ લાખ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા દરરોજ સરેરાશ ૮૯૦ મિલિયન ડૉલર(આશરે ૮,૪૫૫ કરોડ રૂપિયા) આ જંગ પાછળ ખર્ચી રહ્યું છે.