સુરતમાં 2 લાખથી વધુની કિંમતના ચરસ સાથે 2 યુવકની ધરપકડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, સપ્ટેમ્બર 2020  |   1782

સુરત-

શહેરમાં દિવસેને દિવસે નશીલા પદાર્થોનું વેચાણ વધી રહ્ય્šં છે. લૉકડાઉન દરમિયાન નશીલા પદાર્થોના વેપલા પર થોડા કાબૂ આવ્યો હતો. પરંતુ હવે અનલોક થઈ ગયું છે ત્યારે સુરતમાં ફરીથી ખુલ્લેઆમ દારૂ અને અન્ય નશીલા પદાર્થો મળી રહ્યા છે. નશીલા પદાર્થોનું વેચાણ કરીને અમુક તત્વો દેશના યુવાધનને બદબાદ કરી રહ્યા છે. આવા ઇસમોને પકડી પાડવા માટે પોલીસે આદેશ કર્યા છે. આ દરમિયાન સુરતના કતારગામ વિસ્તારમાંથી પોલીસે બે કિલો ચરસ સાથે બે યુવકોની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે ઝડપાયેલા બેમાંથી એક યુવક સિવિલ એન્જિનિયર છે. પોલીસે બંને પાસેથી ૨.૩૭ લાખનું ચરસ જપ્ત કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે કતારગામ પોલીસને બાતમી મળી હતી કે પાર્સ સોસાયટીમાં બે યુવાનો ચરસ વેચાણ માટે લાવ્યા છે. આ બાતમીના આધારે પોલીસ દુકાન નં. ૩૦૪, વિમલનાથ આર્કેડ, પારસ સોસાયટી વિભાગ-૨ કતારગામ ખાતે દરોડાં કરી હતી ત્યાંથી મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલા રામગઢનો વાતની અને હાલમાં કતારગામ વીરમાં આવેલા ધનમોર ચાર સરતા પાસે આવેલા ૧૦૧, ધનમોરા કોમ્પલેક્ષમાં રહેતા જીગર મનસુખભાઇ ધોળકીયા અને તેની સાથે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના બુઢણા ગામનો વાતની અને હાલમાં સુરતમાં કતારગામ વિત્તરમાં આવેલ હાથી મંદિર પાસેની લક્ષ્મીકાંત સોસાયટીમાં રહેતા પાર્થ જયંતીભાઇ તેજાણીની ધરપકડ કરી હતી.

આ ઈસમો પાસેથી પ્રતિબંધિત માદક પદાર્થ ચરસ જેનું વજન ૨ કિલો ૩૭૯ ગ્રામ જેની કિંમત રૂ, ૨,૩૭,૯૦૦ થાય છે મળી આવ્યું હતું. આ સાથે મોબાઇલ ફોન નંગ બે તેમજ ચરસ વેચાણના રોકડા રૂપિયા ૧૯,૪૦૦ સહિત ૨,૬૪,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે બંને યુવક વિરુદ્ધ એન.ડી.પી.એસ, એક્ટ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ઝડપાયેલા બે યુવાનો પૈકી એક સિવિલ એન્જિનિયર છે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution