વડોદરા, તા.૧૯

વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે ૧૬૭૦ કેસ નોંધાયા હતા. આજે તેમાં ૫૮૨ના વધારા સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા બે હજારથી વધુ એટલે કે રરપર પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ, વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮૬,૩૪૬ ઉપર પહોંચી ગઈ છે.

કોરોનાની થર્ડવેવમાં સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાની સાથે વડોદરામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના આજવા રોડ, કિશનવાડી, સમા, છાણી, ગાજરાવાડી, બાપોદ, તાંદલજા, ફતેપુરા, અટલાદરા, દિવાળીપુરા, સવાદ, વડસર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૧૧૧૬ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા, જે પૈકીના ગ્રામ્ય વિસ્તારમાં રપ૪ સહિત ર૪ કલાકમાં રરપરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

ગઈકાલની સરખામણીમાં આજે પ૮ર નો વધારો થયો છે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૯પરપ છે જે પૈકી ૯ર૯૦ હોમ આઈસોલેશન હેઠળ, જ્યારે ર૩પ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લઈ રહ્યા છે, જે પૈકી ૯૮ દર્દીઓ સ્વસ્થ છે, જ્યારે ૧૪ દર્દીઓ વેન્ટિલેટર ઉપર, ૮૬ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર, જ્યારે ૩૭ દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે.

વડોદરા શહેરમાં આજે નોંધાયેલા કુલ રરપર કેસ પૈકી પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૭૧, દક્ષિણ ઝોનમાં ૫૨૪, પૂર્વ ઝોનમાં ૪૧૫, ઉત્તર ઝોનમાં ૪૮૮ કેસ નોંધાયા હતા. વડોદરાની મોટાભાગની સરકારી, ખાનગી ઓફિસો, યુનિવર્સિટી સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે જેને લઈને સેનિટાઇઝિંગ સહિત તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ધન્વંતરિ રથ, અર્બન હેલ્થ સેન્ટરો તેમજ વિવિધ સ્થળે ટેસ્ટિંગ સાથે રસીકરણ કેન્દ્રોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.

હાથીખાના માર્કેટ યાર્ડમાં સેનિટાઈઝેશનની કામગીરી કરાઈ

શહેરમાં અનાજ-કરિયાણા વગેરેનું સૌથી મોટું બજાર એવું હાથીખાના માર્કેટ યાર્ડમાં કેટલાક વેપારીઓ તેમજ કામ કરતા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જાે કે, તેઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જ્યારે માર્કેટ યાર્ડમાં તમામ દુકાનો પણ ચાલુ છે પરંતુ તકેદારીના ભાગરૂપે સમગ્ર માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

માંડવી એસબીઆઈ હેડ ઓફિસમાં કેટલાક કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં ઓફલાઈન કામગીરી બંધ કરાઈ

વડોદરા ઃ વડોદરા શહેર-જિલ્લામાં કોરોના ના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે માંડવી સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની હેડ ઓફિસમાં ૧૫થી વધુ કર્મચારી કોરોના ગ્રસ્ત થતાં આજથી બેંકનું ઓફલાઈન કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે.વડોદરાના માંડવી વિસ્તારની સ્ટેટ બેેન્ક ની હેડ ઓફિસમાં ૧૫થી વધુ કર્મચારી કોરોનાગ્રસ્ત થતા આજે સવારથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નું ઓફલાઈન કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે આ અંગે બેંક દ્વારા દરવાજા ઉપર જ નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં કોરોનાના કેસને પગલે આજથી બેંકનું કામકાજ બંધ હોવાનું જણાવ્યું છે. અને ગ્રાહકોને બેન્કની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.પરંતુ ફરી ઓફલાઈન કામગીરી ક્યારથી શરૂ થશે તેની કોઈ જાણકારી આપી નથી જેથી બેંકનું કામકાજ ચાર-પાંચ દિવસ બંધ રહેશે તેવી શક્યતા છે.

વારસિયા ભિક્ષુક ગૃહમાં ૧૭ ભિક્ષુક અને ૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા

વડોદરા ઃ વડોદરા શહેરમાં ખૂબ જ ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અને રોજ કોરોનાના કેસોમાં હવે સરેરાશ ૩૦૦ જેટલો વધારો થઈ રહ્યો છે. કોરોનામાં અનેક પ્રકારના લોકો સંક્રમિત થયા છે, ત્યારે પોતીના જીવન નિર્વાણ માટે શહેરમાં રખડવા મજબૂર સંખ્યાબંધ ભિક્ષુકો પણ કોરોના સંક્રમિત થયા છે. વડોદરા શહેરના વારસિયા ખાતે આવેલા ભિક્ષુક ગૃહ સ્ટાફના ૪ કર્મચારી અને ૧૭ ભિક્ષુક સહિત કુલ ૨૧ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સ્ટાફના ચાર વ્યક્તિઓને રજા આપી તેમની ઘરે સારવાર ચાલી રહી છે. જ્યારે ૧૫ ભિક્ષુકોને ભિક્ષુક કેન્દ્રમાં કેવોરન્ટાઈન કરીને તબીબી માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બે ભિક્ષુકોની હાલત વધુ નાજુક જણાતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

છેલ્લા ૧૯ દિવસમાં ૬૭ કેસથી વધીને રરપર થયા

વડોદરા શહેર-જિલ્લામાં જાન્યુઆરી મહિનાથી ધીમેધીમે કોરોનાના કેસો ફરી વધવાની શરૂઆત થઈ હતી. ત્યારે તા.૧ જાન્યુઆરીએ વડોદરામાં કોરોનાના ૬૭ કેસ નોંધાયા હતા. ત્યાર પછી ૧૦ દિવસમાં તેમાં વધારા સાથે ૧૦ મી જાન્યુઆરીએ ૪૭૦ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ લગભગ રોજ પોઝિટિવ કેસોમાં ર૦૦થી ૩૦૦નો વધારો નોંધાવાની સાથે ૧પમી જાન્યુઆરીએ ૧૨૧૧ કેસ અને આજે તે વધીને ૨૨૫૨ કેસ થયા હતા.

પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગના ચાર કર્મચારીઓ સંક્રમિત

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભ્‌ાગ, પાણી પુરવઠા વિભાગ, ઓડિટ વિભાગ અને આઈટી વિભાગમાં અધિકારીઓ સહિત કેટલાક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા બાદ કોર્પોરેશનના બાંધકામ પરવાનગી વિભાગના બે ડેપ્યુટી ટીડીઓ અને બે બિલ્ડિંગ ઈન્સ્પેકટર સહિત ચાર કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.