ભારતમાં દરરોજ ૨૫ સ્કૂલો બંધ, ૧૦ વર્ષે ૯૪,૦૦૦ સરકારી સ્કૂલોને ખંભાતી તાળાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026  |   1089


નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા અંગે તાજેતરમાં જાહેર કરવામાં આવેલો એક અહેવાલ ભારે ચોંકાવનારો છે. સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પોરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એનહાંસમેન્ટ શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં દેશભરમાંથી ૯૪,૦૦૦ જેટલી સરકારી શાળાઓ નામશેષ થઈ ગઈ છે. શિક્ષણ જગતમાં ચિંતાની લહેર જગાડતા આ આંકડા સ્પષ્ટ કરે છે કે, ગ્રામીણ ભારતમાં શાળાકીય શિક્ષણ અત્યારે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

દરરોજ સરેરાશ ૨૫ સરકારી શાળાઓ બંધ થઈ રિપોર્ટના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં દરરોજ સરેરાશ ૨૫ શાળાઓ બંધ થઈ છે, જેમાં સૌથી મોટો હિસ્સો સરકારી શાળાઓનો છે.સરકારી શાળાઓમાં ઘટાડો: વર્ષ ૨૦૧૪-૧૫માં દેશમાં સરકારી શાળાઓની સંખ્યા ૧૧.૦૭ લાખ હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ૧૦.૧૩ લાખ થઈ ગઈ છે. આ જ ગાળામાં સરકારી સહાયતા મેળવતી શાળાઓની સંખ્યા પણ ૮૩,૦૦૦થી ઘટીને ૭૯,૦૦૦ થઈ ગઈ છે.

આનાથી તદ્દન વિપરીત, આ ૧૦ વર્ષના ગાળામાં ખાનગી શાળાઓની સંખ્યા ૨.૮૮ લાખથી વધીને ૩.૩૯ લાખ પર પહોંચી ગઈ છે. એડમિશનમાં મોટો ઘટાડો: શાળાઓ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓનો કુલ એડમિશન આંકડો ૨.૨૬ કરોડ જેટલો ઘટી ગયો છે. બાળકોની સંખ્યા ઘટવા પાછળના મુખ્ય કારણો નીતિ આયોગના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૪-૧૫માં દેશની શાળાઓમાં કુલ ૨૬.૯૫ કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ૨૪.૬૯ કરોડ થઈ ગયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution