લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026 |
1980
ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મ્યુઅલ હન્ટ ૨.૦ અંતર્ગત રાજ્યના વડોદરા, ભાવનગર, સુરત, પાટણ અને ગાંધીનગરમાં નોંધાયેલા પાંચ મોટા સાયબર ફ્રોડ કેસનો સફળ પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અભિયાન દરમિયાન કુલ ૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓના તાર દેશના ૨૧ રાજ્યોમાં નોંધાયેલા ૧૪૬ સાયબર ગુનાઓ સાથે જાેડાયેલા હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીની તપાસમાં ૨૫૦ કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે.
તપાસમાં ખુલ્યું છે કે સુરતના મોટા વરાછા અને જહાંગીરપુરા વિસ્તારમાં ઓફિસો બનાવી સમગ્ર નેટવર્ક સંચાલિત થતું હતું.મહેસાણા અને ગાંધીનગરમાંથી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કેટલાક મુખ્ય સૂત્રધારો દુબઈથી સમગ્ર સિન્ડિકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે.એક આરોપીના બેંક ખાતામાં જ ૧૬૧ કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. આ કેસમાં તેના મુખ્ય હેન્ડલરની પણ ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં નોંધાયેલા કેસમાં ચાર આરોપીઓ ઝડપાયા છે.