અમદાવાદ, રાજ્યમાં કોરોના ને હાહાકાર મચાવ્યો છે. રોજ કોરોનાના હજારો કેસો આવી રહયા છે.સરકારી કચેરીઓ અને પ્રાઇવેટ ઓફિસોમાં પણ કર્મચારીઓ કોરોનાની ઝપેટમા આવી રહયા છે ત્યારે આજે આર ટી ઓના ૩૦ કર્મચારીઓ પોઝિટિવ આવતા હાલ આર ટી ઓ કચેરી ને બંધ કરવાની જરૂર છે જાેકે જરૂરિયાત મુજબ ના કામ ઓનલાઇન પણ કરવામાં આવી શકે એમ છે . સમગ્ર આર ટી ઓ સંકુલને સેનેટાઇઝ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ૩૦ કર્મચારીઓમાંથી આર ટી ઓ ઇસ્પેક્ટર પણ કોરોના ઝપેટમાં આવી ગયા છે હાલ આર ટી ઓ કામગીરી એક સપ્તાહ માટે બંધ કરવા એસોસિયેશન ઘ્વારા માગ કરવામાં આવી છે.

આર ટી ઓમાં મોટા ભાગની કામગીરી ઓનલાઇન થતી હોય છે અરજી અટવાઈ હોય છે જેમાં આર સી બુક, દ્રાઇવીગ લાઇન્સ, વાહન ફિટનેસ અને વાહન ટ્રાન્સફર માટે લોકોને રૂબરૂ જવુ પડતું હોય છે જેમાં લાઇન્સ માટે પણ લોકોએ ફરજીયાત રૂબરૂ જવાનું હોય છે કોરોના કાળમાં પણ આજે આર ટી ઓ કચેરીમાં રોજના ૧ હજાર લોકો આવે છે ત્યારે સંક્રમણ ફેલાઈ રહ્યું છે. રોજ ના ૨ થી વધારે કેસ આર ટી ઓ મા આવે છે ૧૫ થી વધુ આર ટી ઓ ઇસ્પેકટર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે પરંતુ હજી સુધી આર ટી ઓ કચેરીમા કામકાજ બંધ કર્યું નથી સરકાર ઘ્વારા પણ ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરવાનો નિર્દેશ કર્યો હોવા છતા કચેરી ચાલુ રહેતા કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. હાલમાં ગુજરાતની પરિસ્થિતિ વિકટ બની છે. જ્યા જાેઈએ ત્યાં કોરોના ના દર્દીઓ જાેવા મળી રહ્યા છે એમાં ગુજરાત સરકારના વિભાગમાં પણ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે મોટા મોટા નેતાઓ પણ કોરોના ની ઝપેટમાં આવી રહયા છે.