અમદાવાદ ગુજરાત ફાર્મસી કાઉન્સિલની વિવાદિત ચૂંટણીની આજે મતગણતરી શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આવેલા ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. સવારથી જ કાઉન્સિલમાં ઉમેદવારોનો જમાવડો જાેવા મળ્યો હતો. આ મતગણતરી મોડી સાંજ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. આ મામલે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે બોગસ મત હશે તે રદ કરવામાં આવશે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાઈ હતી, જેની આજથી મતગણતરી શરૂ થઈ છે. ફાર્મસી કાઉન્સિલની ઓફિસમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણતરી શરૂ કરવામાં આવી છે. ૬ બેઠક પર ૩૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાત ફાર્મસી એસોસિએશન પેનલ, કેમિસ્ટ એસોસિયેશનની ફાર્મા ગૌરવ લેબલ અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણીમાં જંગ છે. ભાજપની વિદ્યાર્થી પાંખ છમ્ફઁ અને ગૌરવ પેનલ સંયુક્ત ચૂંટણી લડી રહ્યું છે. વિકાસ પેનલ પૂર્વ છમ્ફઁના સભ્યોની છે, જેને અગાઉ ભાજપે મેન્ડેટ આપીને રદ કર્યું હતું. વિકાસ પેનલના સભ્યોએ ૪ હજાર બોગસ મતદાનની ફરિયાદ પણ કરી હતી. ચૂંટણી અધિકારી મનોજ ગઢવી જણાવ્યું હતું કે, પોસ્ટલમાં ૫૩ હજાર મત મતદારોને મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૨૮,૮૨૫ મત પરત આવ્યા છે. એક જ નંબરના બે પોસ્ટલ આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. અસલ મતને અલગ કરીને ગણતરી કરવામાં આવશે, જ્યારે બોગસ મત હશે તો તેને રદ કરવામાં આવશે, અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે.