ભુજ-
ગુજરાતમાં કોરોના વચ્ચે ભૂકંપના નાના મોટા આંચકાઓ સતત આવી રહ્યા છે ત્યારે આજ રોજ ફરી એક વખત કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવ્યા બાદ નાના મોટા આંચકાઓ ચાલું રહ્યા છે. ત્યારે કચ્છમાં ફરી એકવખત મોટો ભૂકંપ આવ્યો છે.
મળતી માહિતી મુજબ કચ્છમાં બુધવારની બપોરે એક મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં આવેલા ભૂકંપનો આંચકો ભચાઇ અને અંજારમાં પણ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 7 કિમી દૂર નોંધવામાં આવ્યું છે.
ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકોની તીવ્રતા 4.1ની હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કચ્છમાં આવેલા ભૂકંપનો આંચકો ભચાઉ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયો હતો. ભૂજ અને આજુબાજુના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકાની તીવ્રતા વધુ હોવાથી કચ્છવાસીઓને આંચકો વધુ મેગ્નીટ્યુડનો હોવાથી ધ્રુજારી લાંબી ચાલી હતી જેથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
Loading ...