મિઝોરમ-

મિઝોરમના ચમ્પાઈ જિલ્લામાં ગુરૂવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકા આવ્યા હતાં. ચાર અઠવાડીયામાં આ આઠમી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાપ આ ભૂકંપના આંચકા બપોરે લગભગ બે કલાકને 28 મીનિટે આવ્યા હતો. જેનું કેન્દ્ર ચમ્પાઈથી 23 કિમી દક્ષિણ પશ્ચિમમાં હતું. આ અગાઉ મિઝોરમમાં રવિવારે 4.6ની તીવ્રતાનો આંચકા આવ્યા હતા. ભારત અને મ્યાનમારની સરહદ પર આવેલુ ચમ્પાઈ જિલ્લો ૧૮ જૂન બાદ અહીં આઠમી વખત ભૂકંપ આવ્યો છે.

જણાવી દઈએ કે, લગભગ ચાર મહિનાથી દેશના અલગ અલગ ભાગોમાં મધ્યમથી ભારે ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હી, એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, મિઝોરન, ઓડિશા, છત્તીસગઢ, જેવા રાજ્યોમાં ભૂકંપ આવ્યો છે જેને લઈ લોકોમાં પણ ડરનો માહોલ છે. જા કે, આ ભૂકંપને લઈ કોઈના પણ મોતની ખબર આવી નથી