ન્યૂ દિલ્હી

બુધવારે દેશમાં ત્રણ સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રથમ મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને થોડા કલાકો પછી લેહ, લદાખમાં અને ત્યારબાદ થોડા સમય પછી રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  

સૌથી પહેલા મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. આંચકા રાત્રે 2:10 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. ભૂકંપને કારણે કોઈ જાન-માલને નુકસાન થયું છે કે અન્ય કોઇ પ્રકારનું નુકસાન થયું છે તેની કોઈ માહિતી નથી.

આજે સવારે 4:57 વાગ્યે લેહ-લદાખમાં અનુભવાયા હતા. તેનું રિક્ટર સ્કેલ પર 3.6 મપાયું હતું.બિકાનેરમાં ધરતી હચમચી ગઈ આ પછી રાજસ્થાનના બીકાનેરમાં સવારે 5.24 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 હતી. જો કે આના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.