18, સપ્ટેમ્બર 2025
સુરેન્દ્રનગર |
1584 |
સ્થાનિક તંત્રને અંધારામાં રાખી રાજકોટ ફલાઈગ સ્કોડની ટીમનું સાયલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું
સાયલા - સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં રાખી રાજકોટ ફલાઈગ સ્કોડની ટીમનું સાયલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે સાયલા બાયપાસ પાસે ઓવરલોડ ભરી પસાર થતા પાંચ ડમ્પરને રોકવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન ડમ્પરના ચાલકો પાસે જરૃરી કાગળ માગતા રજૂ કરી શક્યા ન હતા. ઝડપાયેલા પાંચ ડમ્પરોમાંથી ચારડમ્પરોમાં રોયલ્ટી પાસ વગર વહન કરતાં જોવા મળ્યા હતા.
ફલાઈગ સ્કોડની ટીમે બે કરોડ જેટલો મુદ્દામાલ સાયલા હાઈવે ઉપર આવેલી સ્થાનિક કવોરી ઉદ્યોગ પર સીઝ કર્યો
ફલાઈગ સ્કોડની ટીમે બે કરોડ જેટલો મુદ્દામાલ સાયલા હાઈવે ઉપર આવેલી સ્થાનિક કવોરી ઉદ્યોગ પર સીઝ કર્યો હતો. ઝડપાયેલા પાંચ ડમ્પરમાંથી એક ડમ્પર માલિકે સ્થળ ઉપર જ દોઢ લાખનો દંડ ભરી ડમ્પર છોડાવ્યું હતું. સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં રાખી અચાનક ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે સાયલા પંથકમાં કામગીરી કરતા સ્થાનિક તંત્રની ઓચિંતી કાર્યવાહીથી સ્થાનિક તંત્રની પોલ છતી થઈ હતી. પાસ પરમિટ વગર રાત દિવસ અનેક ડમ્પરો માલ ભરી અને વહન થાય છે ત્યારે સરકારની તિજોરીને લાખો રૃપિયાનું નુકસાન સીધું જોવા મળી રહ્યું છે.