18, સપ્ટેમ્બર 2021
792 |
અમદાવાદ-
અંબાસાથી અંબાજી પગપાળા જઈ રહેલા 5 સગીરોને અંબાજી પાસે આવેલા રાણપુર ગામ નજીક અકસ્માત નડ્યો હતો. એક અજાણ્યા વાહનની અડફેટે આવી જતા 5 પૈકી 3ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 2 ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ માટેની તજવીજ હાથ ધરી છે. અંબાજી પાસે આવેલા રાણપુર ગામ નજીક ગત મોડીરાત્રે એક ભાયનક અકસ્માત સર્જાયો છે. અંબાસા ખાતે રહેતા 5 સગીરો ભાદરવી પૂનમના રોજ અંબાજી દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અજાણ્યા વાહને અડફેટે લેતા 5 પૈકી 3ના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે, 2 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.