નવી દિલ્હી:ભારત આવતા વિદેશી નાગરિકોની અવરજવરને સુવ્યવસ્થિત કરવા માટે કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક બિલ-૨૦૨૫ રજૂ કર્યું. બિલ મુજબ, જાે કોઈ ગેરકાયદેસર રીતે કોઈ વિદેશીને દેશમાં લાવે છે, રહેઠાણ આપે છે અથવા સ્થાયી કરે છે, તો તેને ૩ વર્ષની જેલ અથવા ૨ થી ૫ લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. કોઈપણ વિદેશી માટે ભારતમાં પ્રવેશવા માટે ‘માન્ય પાસપોર્ટ અને વિઝા’ હોવું ફરજિયાત રહેશે. પાસપોર્ટ એક્ટ, ૧૯૨૦ વિદેશીઓની નોંધણી અધિનિયમ, ૧૯૩૯ વિદેશીઓ અધિનિયમ, ૧૯૪૬ ઇમિગ્રેશન એક્ટ, ૨૦૦૦ સરકાર વિદેશીઓને ભારત આવતા રોકી શકે જાે કોઈ શૈક્ષણિક કે તબીબી સંસ્થા, હોસ્પિટલ કે ખાનગી રહેઠાણના માલિક કોઈ વિદેશી નાગરિકને રાખે છે, તો તેમણે પહેલા સરકારને તેની જાણ કરવી પડશે. જાે કોઈ વિદેશી વ્યક્તિ કોઈપણ સંસ્થામાં પ્રવેશ લે છે, તો તેણે તેની વિગતો એક ફોર્મેટમાં ભરીને નોંધણી અધિકારીને સુપરત કરવાની રહેશે.આ કાયદાનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. દેશનો વિકાસ એ સરકારની જવાબદારી લોકસભામાં બિલ રજૂ કરતી વખતે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, દેશની પ્રગતિ, સાર્વભૌમત્વ અને શાંતિ સરકારની જવાબદારી છે.