વડોદરા, તા.૧૦

વડોદરા પાલિકા દ્વારા આજે સવારે ૯ થી રાતના ૯ દરમિયાન શહેરના વિવિધ ૧૩૩ કેન્દ્રો ખાતે રસીકરણની મહાઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેને સારો પ્રતિસાદ મળતાં સવારથી જ મોટાભાગના કેન્દ્રો પર રસી લેવા માટે લોકોની ભીડ જાેવા મળી હતી. સાંજે ૭ વાગ્યા સુધી ૪૬૩૦૦ લોકોને રસી અપાઈ હતી. જ્યારે રાત્રે ૯ વાગ્યા સુધી ૫૦ હજાર લોકોએ રસી મુકાવી હતી. મેયરે પણ સુભાનપુરા કેન્દ્ર ખાતે રસી મુકાવી હતી.વડોદરા પાલિકા દ્વારા તહેવારોને અનુલક્ષીને આજે ફરી રસીકરણની મહાઝુંબેશનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૩૩ કેન્દ્રો ખાતે કોવિશિલ્ડ અને કોવેક્સિનના પ્રથમ અને બીજા એમ બંને ડોઝ આપવાનું આયોજન કરાયું હતંુ. ૧૨ કલાકની રસીકરણ મહાઝુંબેશમાં સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને પ્રથમવાર કલાક એટલે કે બપોરે ૧ વાગ્યા સુધીમાં જ ૧૮૫૦૦ લોકોએ રસી મુકાવી હતી. જ્યારે સાંજે ૭ વાગ્યા સધીમાં ૪૬૩૦૦ લોકોએ રસી મુકાવી હતી. રાત્રે ૯ વાગે રસીકરણમાં કુલ ૫૦ હજાર લોકોએ રસી મુકાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તા.૧૭મી સપ્ટેમ્બરે રસીકરણ મહાઅભિયાન હાથ ધરાયું હતું. ત્યારે રાત્રે ૧૨ વાગ્યા સુધી ૧૭૫ કેન્દ્રો પર ૬૯૩૮૦ રસીના ડોઝ અપાયા હતા.