ભૂજ,  માંડવીના દરિયાકિનારે એક લાકડાની બોટ ૨૦૭ ફૂટની ક્રુઝ, છ૩૮૦ એરબસ સાથે તૈયાર થઈને ઉભી છે. આ બોટ કદાચ અત્યાર સુધી બનાવવામાં આવેલી તમામ બોટમાં સૌથી લાંબી છે. માંડવીમાં છેલ્લા ૪૦૦ વર્ષથી હાથથી વહાણ તૈયાર કરવામાં આવે છે.

માંડવીમાં સૌથી લાંબી બોટ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત ૧૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.કચ્છનું માંડવી વહાણવટાની કળામાં અનેરૂ સ્થાન ધરાવે છે. અહીના સ્થાનિક કારીગરોએ રાત-દિવસ મહેનત કરીને લાકડાંની ૨૦૭ ફુટની ક્રુઝ બનાવી છે.ત્રણ માળની આ વિશાળકાય બોટની લંબાઈ ૧૮ ફૂટ છે. દુબઈના એક શાહી પરિવારે પોતાના ફિશિંગના શોખને પૂરો કરવા માટે આ શાનદાર વહાણ તૈયાર કરાવ્યું છે.બોટ બનાવવાના કામના અનુભવી કારીગર ઈબ્રાહિમ મિસ્ત્રી જણાવ્યુ હતું કે, અમને ઈબ્રાહિમ અબ્દુલ રઝાક ઉસ્તાદી તરફથી આ ફિશિંગ શિપ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. આ વિશાળકાય બોટ બનાવવા માટે અમને ત્રણ વર્ષનો સમય લાગ્યો અને ૩૫ અન્ય કારીગરોની મદદ લેવાઇ હતી. હવે બોટ એક મહિનામાં દુબઈ જવા રવાના થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બોટ બનાવવા માટે મલેશિયા અને ઈન્ડોનેશિયાથી લગભગ ૨૩,૦૦૦ ક્યુબીક મીટર ઈમ્પોર્ટેડ લાકડાનો ઉપયોગ કરાયો છે. બોટની અંદર ૯ રુમ છે જેમાં એસી પણ મૂકવામાં આવ્યા છે. ઓરડાઓમાં ૩૨ લોકો રહી શકે છે. જે માછલી પકડવામાં આવે તેને ફ્રેશ રાખવા માટે સ્ટોરરુમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.