વડોદરા,તા૧૬

મ.સ.યુનિવસિર્ટી દ્વારા વિદેશ અભ્યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીઓને ડીગ્રી વિના પડતી મુશકેલીઓ ને ધ્યાંનમાં રાખીને ખાસ પુરક પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મેડિકલ સહિત યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓના કુલ ૫૧૭ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ૫દવીદાન સમારંભમાં વિશેષ અતિથિ તરીકે આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યાં. યુનિ.ના વિદ્યાર્થીઓએ યુનિ.સત્તાધીશોને રજૂઆત કરી હતી કે વિદેશમાં આગળ અભ્યાસ માટેની પ્રવેશ પ્રકિયામાં ડીગ્રીનું એક મહત્વ છે તેના વિના પ્રવેશ પ્રકિયા આઘળ ધપી શકે નહી. વિધાર્થીઓની ડીગ્રીની જરૂરીયાતની ગંભીરતા સમજી ડિગ્રી આપવાનો ર્નિણય લેવાયો હતો.અને યુનિના નિયમો અનુંસાર આ પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો છે. આમ તો યુનિ.દ્વારા તમામ ફેકલ્ટીઓને આવરી લઇ વિધાર્થીઓ માટે પદવીદાન સમારોહનું આયોજન કરે છે. પરંતુ જે વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે ડિગ્રીની જરૂર હોય છે તેમને તકલીફ ન પડે અને વિધાર્થીઓને ડિસેમ્બરમાં જ ડિગ્રી અપાઇ જતાં તેઓને હવે ઉચ્ચ અભ્યાસ માટે રજુ કરવા પડતા દસ્તાવેજાે માટે પદવીદાન સમારોહની રાહ નહીં જાેવી પડે. તેમજ તેમનું એક વર્ષ અભ્યાસ માટે બચશે. પદવીદાન સમારોહમાં યુવતીઓ પણ યુવકોની જેટલી જ આગળ છે. ફેકલ્ટી ઓફ મેડિસિન્સમાં ૨૫૫ યુવકો તો ૨૫૧ યુવતીઓએ ડિગ્રી મેળવી છે. સાથે જ ડિગ્રી મેળવનારા ૫૧૭માં ૨૬૨ યુવકો છે તો સામે ૨૫૫ યુવતીઓ પણ છે. આમ યુવતીઓ અભ્યાસમાં અગ્રેસર રહી છે. ૪૨માં સપ્લીમેન્ટરી કોન્વોકેશનમાં એમ.એસ.યુનિવર્સિટીની ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, વાઇસ ચાન્સેલર ડૉ. વિજય કુમાર શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા

મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બાયોમેટ્રિક સિસ્ટમની સાથે સીસીટીવીથી સજ્જ કરાશે ઃ અધિક મુખ્ય સચિવ

વડોદરા આવેલા રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે સયાજી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી અંગે જણાવ્યું હતું કે, હવે ટેકનોલોજીની મદદથી હોસ્પિટલમાં વધુ મોનિટરિંગ કરવામાં આવશે, સાથે સાથે સુરક્ષાને લઈને સીસીટીવી પણ લગાવવામાં આવશે. મેડિકલ કોલેજમાં બાયોમેટ્રિક સિસ્ટમથી મેડિકલ વિદ્યાર્થીઓની હાજરી પુરાશે. આધાર લીંકથી રાખી સિસ્ટમ કાર્યરત રહેશે. સીસીટીવી કેમેરાથી દિલ્હી સુધી મોનિટરિંગ થશે જેથી મેડિકલ કોલેજમાં હોસ્ટેલમાં રેગિંગ સહિતની કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તેના પર નજર રહેશે. સયાજી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લાગશે, જેનું મોનિટરિંગ રાજ્ય સરકાર દ્વારા કરાશે તેમ જણાવ્યું હતું.

કઈ ફેકલ્ટીમાં કેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

 ફેકલ્ટી ઓફ મેડિસિન ૨૫૧ વિધાર્થીનીઓ અને ૨૫૫ વિધાર્થીઓ.

 ફેકલ્ટી ઓફ આર્ટસ એક વિધાર્થી

 ફેકલ્ટી ઓફ કોમર્સ એક વિર્ધાથીની અને એક વિધાર્થી

 ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટિ સાયન્સ એક વિધાર્થીની

 ફેકલ્ટી ઓફ સાયન્સ એક વિધાર્થીની

 ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ એક વિધાર્થી

 ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એક વિધાર્થી

 ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જી. એક વિર્ધાથી