આસામ

ગુવાહાટી સહિત પૂર્વોતરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા સવારે 7:55 વાગ્યે રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા બતાવે છે અને ભૂકંપનું કેન્દ્ર સોનિતપુર બતાવામાં આવી રહ્યું છે. આંચકાઓ અમુક મિનિટો સુધી અનુભવાયા હતા. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.

ભૂકંપનો પ્રભાવ આસામ સહિત ઉતર બંગાળમાં પણ અનુભવાયો હતો. ગુવાહાટીમાં ઘણી જગ્યાએ વીજળી જતી રહી હતી. ભુકંપના ઉપરા-ઉપરી 2 ઝટકા અનુભવ્યા હતા.આસામના ઘણા ઘરોમાં તિરાડો પડી ગઈ હતી.


આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, આસામમાં ભૂકંપના મોટા આંચકાઓ અનુભવ્યા છે. હું ઇચ્છું છું કે દરેક કાર્યક્ષમ બને, તેમજ લોકોને અન્ય જિલ્લાઓમાંથી અપડેટ લઈ રહ્યો છું અને લોકોને સજાગ રહેવાની સલાહ આપું છું.

ભૂકંપ બાદ આસામથી થયેલા નુકસાનના ચિત્રો બહાર આવવા લાગ્યા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બે તસવીરો શેર કરી છે, જેનાથી નુકસાનનું મુલ્યાંકન કરી શકીએ.

આસામ સહિત સમગ્ર ઉત્તર-પૂર્વમાં ભૂકંપ પહેલા આંચકાની તીવ્રતા 6.4 હતી. આ પછી ફરીથી બે આંચકા અનુભવાયા. તેમની તીવ્રતા અનુક્રમે 4.3 અને 4.4 હતી.પશ્ચિમ બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો દાર્જિલિંગમાં તેમના ઘરોની બહાર આવ્યા હતા.